________________
૧૨૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન કાચી વસ્તુઓ ઉત્પન્ન થતી, પણ તે પ્રાંતના ઉદ્યોગમાં જ ખપી જતી, એટલે તેની નિકાશ બહુ પ્રમાણમાં નહીં થતી. વળી આ પ્રાંતમાંથી ગળાની સારી નિકાશ થતી, પણ હાલ પરદેશી હરીફાઈથી ગળીની આયાત થાય છે. હાલના જેવાં વ્યાપારનાં લક્ષણો કરતાં તે લક્ષણે તદ્દન જૂદાં જ માલમ પડે છે. આ પ્રાંત વહાણવટામાં ને નાણાવાટામાં પણ આગળ વધેલો હોવાથી, તેમાંથી મળતા ન પરદેશી પ્રજા મેળવી શકતી ન હતી. સૈાથી અગત્યનું લક્ષણ તે એ હતું કે ભરૂચ વગેરે બંદરોએ પુનનિકાશને વ્યાપાર સારે ચાલ. મલબાર, મલાયા, સિલોન વગેરે જગ્યાએથી માલ બંદરે આવતા ને ત્યાંથી બીજી પ્રજાને વેચવામાં આવતો. આથી વ્યાપારીઓને સારે નફો મળત. આ બધાં લક્ષણોથી આ પ્રાંતના વ્યાપારનું સરવૈયું તેની તરફેણમાં હેવું જોઈએ, એ સિદ્ધ થાય છે. ગુજરાતની અપૂર્વ જાહેરજલાલી જે પ્રાચીન કાળમાં હતી અને જે મેગલ રાજ્યના અંત સુધી જેવી તેવી રિથતિમાં રહેવા પામી તેનું કારણ વ્યાપારનાં ઉત્તમ લક્ષણો હતાં. માધ્યમિક કાળ
જ્યારથી ગુજરાતમાં રાજપૂત રાજાઓનું રાજ્ય આવ્યું ત્યારથી આપણને ચક્કસ તારીખવાર હકીકત મળે છે, માટે આપણે ગુજરાતના ઇતિહાસને મધ્યકાલ તે અરસામાં મૂકીશું. ચાવડા ને સોલંકી વંશના વખતમાં ગુજરાતની જાહેરજલાલી પાછી પૂર્ણ કળાએ પહોંચી હતી. રજપૂત રાજાએ ધર્મ પ્રત્યે પક્ષપાત હેવાથી જૂદી જૂદી સ્મારક ઇમારત બંધાવતા અને ઠેકાણે ઠેકાણે શિલાલેખો કોતરાવતા. આ અને બીજાં સાધને દ્વારા આપણને તે વખતની સ્થિતિની ખબર પડે છે. આશરે ૯ મી સદીથી શરૂ કરીને ૧૮ મી સદીના અંત સુધી કે
જ્યારે બ્રિટિશ રાજ્યને સૂર્યોદય થવા લાગે ત્યાં સુધીના વખતને . આપણે મધ્યકાલ ગણીશું. બ્રિટિશના આગમન પછી ગુજરાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com