________________
અર્વાચીન સમયનો વ્યાપાર
[ ૧૩૮ ફરીથી ખીલવાની તક મળી. શાન્તિ ને વિશ્વાસથી લોકોની નૈસર્ગિક વ્યાપારી શક્તિ પાછી ઠેકાણે આવવા લાગી. અંદગીની ખાસ. જરૂરીએ તની વસ્તુઓ ઉપરના કર બંધ થયા. જકાતરા જે ૧૫ ટકા ઉપર હતા તે ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યા. ઉત્તર હિન્દને રસ્તે ફરીથી ખુલ્લો મુકાયે અને વણઝારા અનેક તરેહના માલ. ઘંટ, પિઠીયા વગેરે ઉપર લાદીને અવરજવર કરવા લાગ્યા. ઘણા નાસી ગયેલા વ્યાપારીઓ અને કારીગરે શહેરમાં ફરીથી આવીને વસવા લાગ્યા. શહેરની લડાયક જાતો નોકરી માટે બહાર જવાલાગી. છતાં એકંદરે શહેરની વસ્તી વધી.૧ એકલા અમદાવાદમાં જ નહીં, બબ્બે આખા ગુજરાતમાં વસ્તુસ્થિતિ બદલવા લાગી. અમદાવાદ જીલ્લો
આ અરસામાં અંગ્રેજી અમલદારોનાં ગેઝેટીયરે ઉપરથી. આપણને પ્રાંતીય વ્યાપારપ્રવૃત્તિ વિષે ચોક્કસ ખબર મળી શકે છે. તેને આપણે વિગતવાર તપાસીશું. અમદાવાદ જીલ્લામાં કંપની સરકારે ધોલેરા બંદરને ખીલવવામાં પુષ્કળ મદદ કરી હતી. આ બંદર ઘઉં અને રૂ ની નિકાસનું મુખ્ય બારું થયું, અને આન્તરપ્રાંતીય વ્યાપારનું કેન્દ્રસ્થાન વીરમગામ થયું. ઠેઠ ઉત્તરમાં મારવાડના પાલી શહેર અને રજપૂતાનાના જલવદ શહેર સુધી તેનો વ્યાપાર વધવા લાગ્યો. ધોલેરા, ભાવનગર અને ઘોઘા બંદરના વ્યાપારને પનારું અગ્ર મથક હવે વિરમગામ થયું. અહીં રેશમ, માખણ, ગોળ, વિસનગર અને રાધનપુરના રંગ વગેરેથી લાદેલાં ઊંટ અને કચ્છથી માલ ભરેલાં ગાડાં અને પાટણથી દાણાનાં ગાડાં આવવા લાગ્યાં. આ રીતે આખા ગુજરાતની વ્યાપારની પ્રવૃતિ જેસભેર વધવા લાગી. અમદાવાદ ગેઝેટીયરને કર્તા જણાવે છે કે અમદાવાદ અને ધોળકાના
૧. દિવેટીયાનું ગુજરાતનું પાટનગર, પૃ. ૮૮.
21 Ahmedabad Gazetteer, (1879), p. 92-03. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com