________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૪૧ ખેડા જલે
ઈ. સ. ૧૮૦૩ માં ખેડા જીલ્લાનો વ્યાપાર ન હતું. પણ ઈ. સ. ૧૮૨૬ માં વ્યાપાર રૂ. ૪૪ લાખ થયો અને હુન્નરની બનાવટ આશરે રૂા. ૧૭ લાખની થઈ. ઈ. સ. ૧૮૪૧ માં ખેડાથી પંચમહાલમાં એલચી, તેજાના, પાન, કપુર, કેરી વગેરે માલ જાતે. ઈ. સ. ૧૮૬૧ પછી રેલ્વે મારફતે ખેડા જીલ્લાને વ્યાપાર સભેરવધવા લાગ્યો. તે જ વર્ષમાં કપડવંજ શહેરની નિકાશ રૂા. ૨૩ લાખ અને આયાત રૂ. ૩ લાખ હતી. આ અરસામાં રેલ્વે મારફતે રૂ, માખણ, મહુડાં, અનાજ, તમાકુ, સાગ વગેરે જીલ્લામાંથી નિકાશ થતાં અને કપાસીયા, ધાતુ, ગોળ, ખાંડ, કાપડ વગેરે જીલ્લામાં આવતાં. ખેડા જીલ્લાનું ચરોત્તર માખણ અને તમાકુના વ્યાપારનું મુખ્ય મથક બન્યું. ટુંકામાં આ બધા ફેરફાર રેલવેના સમય પછી વધારે પ્રમાણમાં થવા લાગ્યા. ખેડા જીલ્લાને જે માલ નિકાસ માટે ધોલેરા બંદરે જો તે હવે ઘણી સરળતાથી જીલ્લામાંથી પસાર થતી રેલ્વે મારફતે મુંબઈ જવા લાગે. આથી ગુજરાતનાં બંદરના વ્યાપારને પૂરતું પોષણ નહીં મળવાથી બંદરોની જેવી તેવી જાહેર જલાલી હતી તે પણ અસ્ત થવા લાગી. પંચમહાલ જીલ
ઈ. સ. ૧૮૫૫ સુધી આ જીલ્લાને વ્યાપાર વણઝારા લેકકરતા. પંચમહાલને ઘણોખરે વ્યાપાર આંતરપ્રાંતીય હોવાથી ભાળવા અને ગુજરાતને વ્યાપાર આ માર્ગે ચાલુ હતું. આ જીલ્લાના ગેઝેટીયરને કત્તા લખે છે કે ઈ. સ. ૧૮૬૭ પછી વ્યાપાર ધમધકાર વધવા લાગ્યો. આ જીલ્લાની મુખ્ય નિકાશ સાગ, અનાજ, મઠાં, તેલીબીયાં, લાકડા વગેરેની હતી અને તમાકુ, મીઠું વગેરેની
1. Kaira Gazetteer, Vol. III, B, P, (189), . 68–78,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com