________________
૧૪૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
વ્યાપારમાં ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૫૦ સુધીમાં ઘટાડે છે, અને વિરમગામે વ્યાપારમાં ઘણી પ્રગતિ કરી. ધોલેરાએ પિતાનો વ્યાપાર જાર રાખે અને જોધાનો વ્યાપાર પાડે શરૂ થયો. ઈ. સ. ૧૮૫૧ થી ૧૮૭૦ સુધીમાં આ જીલ્લાના વ્યાપારમાં અગત્યને ફેર થવા માંડયો. ૧૮૬૦ માં અમદાવાદમાં બલકે આખા ગુજરાતમાં પહેલવહેલી મીલ થઈ. ૧૮૬૪ માં મુંબઈથી અમદાવાદ સુધી રેલ્વે આવી. આ રેલ્વે સાત વર્ષ સુધી અમદાવાદ જ અટકતી. ગુજરાતનાં બંદરનો વ્યાપાર હવે રે મારફતે શરૂ થયે. આખા પશ્ચિમ હિન્દનું બંદર મુંબઈ બન્યું. હવે બાવન માઈલ દૂરના પિતાના બંદરને
મૂકીને અમદાવાદને માલ મુંબઈ ત્રણ માઈલ છેટે જવા લાગ્યો. • અમદાવાદ રેલ્વેનું કેન્દ્ર થવાથી લગભગ આખા ગુજરાતનો વ્યાપાર રેલ્વે મારફતે થવા લાગ્યો. પેલેરા હવે અનાજની નિકાસ કરવાને બદલે આયાત કરવા લાગ્યું, કારણ કે ખેડા જીલાની નિકાશ રેલવે ભારફતે જવા લાગી.
ઈ. સ. ૧૮૭૧ પછી બી. બી. એન્ડ સી. આઈ. રેવેની શાખાઓ ગુજરાતમાં વધવા લાગી અને તે સાથે પ્રાંતને વ્યાપાર વધવા લાગ્યો. અમદાવાદ ગેઝેટીયરન કર્તા જણાવે છે કે રેલવે થવાથી પરચુરણઆ વ્યાપારને બદલે જથ્થાબંધ વ્યાપારને ઉત્તેજન મળ્યું. સાધારણ પણ સાહસિક માણસોને વ્યાપાર કરવાની તક મળી. ઘણા માણસોને રેજીનું સાધન થયું, અને ઓરડાની લક્ષ્મી હવે ઉમરા ઉપર આવવા લાગી. રેલ્વેના સમય પછી જ પ્રાચીન વ્યાપારથી તદન જુદાં અર્વાચીન વ્યાપારનાં લક્ષણે જણાવા લાગ્યાં, તેનું પછીથી વિવેચન કરીશું.
૧. Ahmedabad Gazetteer, (1879), p. 92-08. ૨. ' , , p. 97.
2. Ahmedabad Gazetteer, (1879), pp. 105-106. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com