________________
૧૩ર ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
શ્રી. ખુશાલચંદ શાહ હિન્દના ઈ. સ. ૧૧૦૦ થી ૧૭૦૦ સુધીના મુસલમાન સમયના વ્યાપાર વિષે નીચે પ્રમાણે લખે છેઃ “તે વખતના પ્રચલિત છેરણ મુજબ હિન્દના વ્યાપારની કિંમત આંકીએ, અને તે વખતના વ્યાપારની અગવડે પણ ધ્યાનમાં લઈએ તો, બેશક તે વ્યાપાર કદમાં અને કિંમતમાં ઘણું વધારે હે જોઈએ. અર્વાચીન વ્યાપારમાં જે કાચો માલ અને ખોરાકની ચીજો વધારે પ્રમાણમાં નિકાશ થાય છે, તેને તે વખતે સ્થાન ન હોવું જોઈએ. તેને બદલે કદમાં નાની, પણ કિંમતમાં મોટી, એવી મોજશોખની વસ્તુઓ કે જે હિન્દની જરૂરિઆત કરતાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતી તે બહાર નિકાશ થતી હોવી જોઈએ. હાલના જેવી જકાતની મદદ સિવાય વળી, તે વખતની દેશની સમૃદ્ધિ ઉપરથી કુદરતી રીતે ખ્યાલ આવી શકે કે પ્લીનાના ધારવા મુજબ વ્યાપારમાંથી જ હિન્દ પુષ્કળ ધન મેળવેલું. તે વખતને આખા દેશનો વ્યાપાર આયાત અને નિકાલ સહિત રૂા. પ૦ કરોડથી ઓછી નહીં; તેમ જ રૂા. ૧૦૦ કરોડની આસપાસ હોદ જોઈએ.”
ગુજરાતના વ્યાપારની પ્રવૃત્તિને પણ આ ઉપરથી ખ્યાલ આવી શકે, કારણ કે હિન્દના બીજા પ્રાંત કરતાં ગુજરાતનો વ્યાપાર છે તે નહીં જ હોવો જોઈએ. વ્યવહાર માટે તે વખતે ધોરી રસ્તા હતા કે જે રાજધાનીથી બીજા પ્રાંતની હદમાં પહોંચતા. મેગલ રાજ્ય એ લશકરી રાજ્ય હોવાથી તેણે લશ્કરની સગવડ માટે પણ ધોરી રસ્તા બંધાવેલા હોવા જોઈએ. વધારામાં બાદશાહી અમલમાં શરૂ થએલી પત્રવ્યવહારની ગોઠવણ મેગલ સમયમાં સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાતીર કે જેથી વ્યાપારને વધુ અનુકૂળતા મળેલી. : 1. K. T. Shuh. Trade, Transport & Tariff in lodia, p. 20 & 46.
2. K. T. Shah. Trade, Transport & Tariff in India,
P. 67.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com