________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૩૫ ઈ. સ. ૧૮૧૮ માં બ્રિટિશ લોકે ગુજરાતનું રાજ્ય લેવાને સફળ થયા ત્યાં સુધી, અથવા લગભગ રેલ્વેના સમય સુધી અશાન્તિને કાળ ગુજરાતમાં રહ્યો. ઈ. સ. ૧૮૧૮ પછી પતિ અને વ્યવસ્થા પ્રાંતમાં દેખાવા લાગ્યા પણ રેલ્વેના આવ્યા પછી (૧૮૫૦-૬૦ ! જોઈએ તેવો સુધારો થવા લાગ્યો. આ અશાન્તિના સમયમાં જ્યારે મરાઠાઓનું ધ્યાન ચોથ ઉઘરાવવામાં જ રોકાયેલું હતું, ત્યારે વ્યાપારમાં કે વ્યવહારમાં સૂબાઓએ રસ લીધે હોય, એ માનવું અશકય છે. વ્યવહારના માર્ગોની સ્થિતિ, આશરે દોઢ સદીના અશાન્તિના સમયમાં, વ્યાપારના જેવી બધે તેથી વધારે ખરાબ થઈ હોવી જોઈએ.
આ સમયમાં કાઠીયાવાડ વિષે કઈ જાણવા મળતું નથી, પણ તેની સ્થિતિ ગુજરાતના જેવી જ હોવી જોઇએ. વ્યાપારનાં લક્ષણે
ગુજરાતના વ્યાપાર અને વ્યવહારની ઐતિહાસિક રૂપરેખા જોયા પછી તેનાં મુખ્ય લક્ષણો શાં હતાં તે આપણે જાણવાં જોઈએ. ઈ. સ. ની શરૂઆત પહેલાં પણ ગુજરાત વ્યાપારઉદ્યોગમાં ઘણે આગળ વધેલો હતો. આ પ્રાચીન સમયના વ્યાપારનું મુખ્ય લક્ષણ એ હતું કે પ્રાંતની આયાત કરતાં નિકાશ વધારે હતી અને નિકાશમાં તૈયાર માલ અને કિંમતી મોજશોખની ચીજો વધારે પ્રમાણમાં હતી. બીજું કાચે માલ પ્રાંતના ઉદ્યોગોમાં જ વપરાઈ જવાથી તેની નિકાશ થતી નહીં. વિવિધ મુસાફરોનાં વર્ણનમાં રહા અને કાચા માલની નિકાશ વિશે કંઈ માલમ પડતું નથી, કારણ કે કાચો માલ સ્થાનિક ઉદ્યોગોના વપરાશમાં આવતે અને રહાની તે વખતે જરૂર ન હતી. ત્રીજું તે વખતે આંતરપ્રતીય વ્યાપાર પુષ્કળ હતો. વ્યવહારની અડચણ હોવા છતાં આ વ્યાપાર સારી રીતે ખીલેલ હતે. ચોથું પ્રાચીન બંદર પુનનિકાસને વ્યાપાર કરતાં હોવાથી સારે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com