________________
૧૩૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન સરકારના કરવેરા આપ્યા પછી પણ ખાનગી અમલદારોને પણ દાન આપવું પડતું. એવા સંજોગોમાં પ્રાંતના વ્યાપાર ઉપર કરના બોજ
અસહ્ય થઈ પડે તેમાં કાંઈ નવાઈ નથી. ઇ. સ. ૧૭૮૧ માં જેમ્સ ફિન્સે લખેલું છે કે આ શહેરમાં એક વખત દરેક જાતના વ્યાપારી
ઓ, કલાકારે ને મુસાફરો ઉભરાતા હતા. ત્યાં આજે ગરીબાઈ છે, અને બધું શૂન્યકાર લાગે છે.૧
અમદાવાદ ગેઝેટીયરને કર્તા જણાવે છે કે ૧૮ મી સદીના છેવટના ભાગમાં ખંભાતને દરીઆઈ વ્યાપાર નહીં જેવો હતો. મુખ્ય નિકાસ મીઠું, કાપડ અને ખેતીની પેદાશ રહી હતી અને દરીયાઈ વ્યાપાર માત્ર પશ્ચિમના દેશે અને નીચેના કીનારાનાં બંદરો સાથે જારી રહ્યો હતો. ભાવનગર બંદરની ખીલવણીને લઈને કાઠીયાવાડમાં ઘોઘા બંદરની પણ પડતી થવા માંડી હતી. અશાન્તિકાળની વ્યાપાર ઉપર અસર એવી થયેલી કે બ્રિટિશના ગુજરાતમાં આવ્યા પછી પણ ગયેલી વ્યાપારની સમૃદ્ધિને ફરીથી ખીલવતાં બહુ વખત લાગે. ઈ. સ. ૧૮૬૯ માં બજેસ નામને મુસાફર અમદાવાદ વિષે લખે છે કે “એક વખત અખિલ ભારતવર્ષનાં ભવ્ય શહેરોમાંનું અગ્ર શહેર કે જેનાં પરા વિસ્તાર આશરે ૨૭ માઈલ હતું, જેની પળે ભવ્ય અને વ્યવસ્થિત હતી, જેની અંદર સુંદર મસ, મહેલે, ઝરાઓ, ધર્મશાળાઓ અને ન્યાયમંદિરો આવેલાં હતાં, તે પાટનગરની આજે પડતી દશા છે. લગભગ ત્રણ સદી સુધી કઈ રાજાએ બાદશાહી અમલની માફક ફરતા પ્રાંતના વ્યાપારને ઉત્તેજન આપ્યું નથી; તેમ જ તેથી અર્ધા કાળ સુધી પણ કેઈ સૂબાએ તેની પહેલાની સમૃદ્ધિને જાળવી રાખવા પ્રયત્ન કર્યો નથી.”૩
2. Abmedabad Gazetteer, Vol IV., B. P. 1879, p. GO.
2. Ahmedabad Gazetteer, Vol. IV., B. P. (1879), pp. 91-99.
3. Burgess, A visit to Gujarat in 1869, p. 24-25. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com