________________
૧૩૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મેળવતાં. ગુજરાતને વ્યાપાર ઠેઠ સિંહલદીપ, મલાકા, આફ્રિકા, અરબસ્તાન, ઈરાન સુધી હતો. ગુજરાતના પ્રાચીન દરીયાઈ વ્યાપારની જાહોજલાલી ઉપરથી સહેજ ખ્યાલ બાંધી શકાય કે તે વખતના ગુજરાતીઓ વહાણવટામાં તથા નાણાવટામાં આગળ વધેલા હોવા જોઇએ. ૧૧ મી સદી સુધીના પ્રાચીન વ્યાપાર વિષે શ્રી. ખુશાલચંદ શાહ કહે છે કે “હિન્દની આયાત કરતાં નિકાશ વધારે હોવાથી, કુદરતી રીતે વ્યાપારનું સરવૈયું હિન્દની તરફેણમાં હતું. વળી પ્રાચીન હિન્દુ રાજાઓએ વ્યાપારને વધારવા માટે જકાતી કાયદા ઘડેલા ન હતા. તેમ જ આયાત ને નિકાશ બંને ઉપર સરખી રીતે, ફા આવકની દષ્ટિથી જ જકાત વેરા નાંખવામાં આવતા.૧ ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન વ્યાપારમાં શો તફાવત છે, તથા બંનેમાંથી રાજા અને રૈયતને કેટલે અંશે લાભાલાભ થયા હતા અથવા થાય છે, તે આથી સમજવું અઘરું નથી.
ગુજરાતમાં સ્વતંત્ર હિન્દુ રાજ્યના ઉદય પછી, મધ્યાહને સૂર્ય ઉગ્યો. રજપૂત રાજાઓએ આશરે પાંચ સદી સુધી રાજ્ય કર્યું. તે અરસામાં વ્યાપારઉદ્યોગ ખીલ્યા. બંદરના માર્ગે નિકાશ અને આયાત વ્યાપાર વધવા માંડે. પ્રાંતમાં સોનું ને કિંમતી ચીજો જથ્થાબંધ આવતાં. રાજાઓના ઘણાખરા અમાત્યો પણ વ્યાપારમાં રસ લેતા, તેથી પ્રાંતનું વહાણવટું અને નાણાવટું વધવા લાગ્યું. ટુંકામાં તે વખતના રાજાઓની જાહોજલાલીનું મૂળ કારણ વ્યાપારની આબાદી સિવાય કંઈ ન હતું. નિકાશ વ્યાપારમાં તૈયાર માલ અને કિંમતી ચીજો વધારે પ્રમાણમાં જતાં, અને આયાત કરતાં નિકાશ વ્યાપાર ઘણે હતો.
હિન્દુ રાજ્યના અસ્ત પછી બાદશાહી રાજ્યનો તરત જ ઉદય
1. K. T. Shah, Trade, Transport & Tarift in India, pp. 21 & 21,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com