________________
૧૩૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન તેને ફરીથી નફા સાથે વેચવાનું મન થઈ જાય. તાપી નદીમાં વહાણ ફરી શકતાં, તેથી આયાત ને નિકાશ વ્યાપારનો મુખ્ય માર્ગ આ નદી જ હતી. યુરોપથી જ નહીં પણ ચાઈના, ઇરાન, અરબસ્તાન અને બીજા દૂર દેશોમાંથી વિવિધ જાતના માલ વહાણમાં આ બંદરે આવતા ને તેની સમૃદ્ધિમાં વધારો કરતા. ત્યાંનું કીંમતી રેશમ, અતલસ, ગાલીચા, મખમલ, સાટીન. ટેફેટ વગેરે વખણાતું. ઇરાનનાં અખાતમાંથી સાચાં મોતી અહીં જથ્થાબંધ આવતા અને તેની બજારમાં હીરા, માણેક, નીલમ વગેરે કિંમતી પથરો ઘણા જથ્થામાં જેવામાં આવતા. સુરતનું સોનું એટલું શુદ્ધ હતું કે તેને યુરોપ લાવવામાં આવે તો ૧૨ થી ૧૪ ટકા કમીશન મળે. ત્યાંનું રૂપું પણ મેકસીકન ડેલર કરતાં ચઢે તેવું હતું આ બંદરે માલ ઠેઠ આગ્રા, દિલ્હી, ભરૂચ ને અમદાવાદ વગેરે જગ્યાએથી આવતો, ને યુરોપ, તુર્કસ્તાન, અરબરતાન, ઇરાન ને અમિનીઆનાં વ્યાપારી પ્રજાઓ તેમને જથ્થાબંધ ખરીદતી.”
બાદશાહી અમલમાં વ્યાપારનું બારું ખંભાત બંદર હતું, પણ મેગલ સમ્રાટોએ સુરત બંદરને પસંદગી આપીને તેની ખીલવણ કરી. મેગલ રાજ્યની શરૂઆતથી ૧૭ મી સદીના પાછલા ભાગ સુધી સુરત બંદરની આબાદી પૂર્ણ કળાએ હતી. માત્ર વ્યાપારનું કેન્દ્ર ખંભાત બદલીને સુરત થયું, પણ ગુજરાતનો વ્યાપારઉદ્યોગ મોગલ રાજ્યમાં ચાલુ જ રહ્યું. ગુજરાતની વ્યાપાર પ્રજા વિષે એવાંગટન નામનો મુસાફર લખે છે કે વાણીયા કે જે જિબી કામમાં ઘણા ઝડપવાળા ને કુશળ હતા તે બધી પ્રજા કરતાં વધારે શ્રીમંત હતા. સુરતી સુથાર એટલા કારીગરીમાં હુશીયાર હો કે ગમે તેવા પરદેશી વહાણની નકલ ઉપરથી તદ્દન એવાં જ વહા નાવતા.૨ ,
2. . Ovington, A Voyage to Surat in IC&S, 131-193.
: Orington, A Voyage to Surat in 1889. y. 263–266. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com