________________
૧૨૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મરથી એમ લાગે છે કે તેઓએ બંદરથી રાજધાની સુધી ને તેની આસપાસ વ્યવહારને માટે સારા ઘેરી રસ્તા બંધાવેલા હેવા જોઈએ. આ રસ્તાઓ ઉપર પિઠીયા કે ગાડાં એક ગામથી બીજે ગામ માલ લઈ જતાં, પણ આંતરપ્રાંતીય રસ્તાઓના અભાવને લઈને દરીયાઈ વ્યાપારની માફક જમીન વ્યાપાર નહીં વધેલો તે વાત નિર્વિવાદ છે. ૩) મેગલ રાજ્યને સમય
ઈ. સ. ૧૫૭૩ માં ગુજરાતમાં સ્વતંત્ર બાદશાહીને અંત આવ્યો. તેની સાથે મેગલ સામ્રાજ્યની સત્તા સર્વોપરી થઈ. ૧૬ મી સદીના પાછલા ભાગમાં પૂર્વ મહાસાગરમાં પોર્ટુગીઝ લોકેની સત્તા જામી હતી, અને જ્યારથી તેમણે ઈ. સ. ૧૫૩૮ માં દીવમાં કેડી નાંખી ત્યારથી ઘોઘા ને ખંભાત બંદરને વ્યપાર સહીસલામત ન હતે. છેલ્લા બાદશાહી રાજાઓ નબળા હોવાથી મોગલ બાદશાહની ચઢાઈમાં તેઓ ફાવ્યા નહીં. આથી ગુજરાત એ મેગલ સામ્રાજ્યને એક માનીતે પ્રાંત થે. સામ્રાજ્યની રાજધાની દિલ્હી રહી, પણ દિલ્હીથી નિમાયેલા સૂબા ગુજરાતમાં રાજ્ય કરવા આવતાં. અકબરના વ્યવસ્થિત રાજ્ય દેશમાં શાતિ સ્થાપી અને સાધારણ વસ્તુની અવરજવર ઉપર લેવાતા કર બંધ કર્યો. આથી વ્યાપારને ઘણું ઉત્તેજન મળ્યું. આ અરસામાં યુરેપની પ્રજાએ ધીમે ધીમે વ્યાપાર માટે હિન્દમાં આવવા લાગી, અને મુસાફરે પણ મેગલ સમ્રાટોની જાહેર જલાલીનું દિગ્દર્શન કરવા આવવા લાગ્યા.
ઈ. સ. ૧૫૮૮ માં સીઝર ક નામને મુસાફર લખે છે કે “મેં નજરે ન જોયો હેત તે અમદાવાદને ને ખંભાતને આટલે બધે વ્યાપાર છે એમ હું કદી માનત નહીં.” અકબરના સમયમાં અને જહાંગીરના રાજ્યની શરૂઆતમાં ખંભાતને રસ્તા હીસલામત ન હોવા છતાં, અમદાવાદથી દર દશ દિવસે કિંમતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com