________________
૧૨૬ ].
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
જણાવે છે કે “આ નવું પાટનગર ગુજરાતનાં ઘણાં શહેરો અને બંદરોના વ્યાપારનું કેન્દ્ર હતું. આ બંદરેએ વહાણવટું પુષ્કળ જેરમાં તું ને વહાણના માલીકે હિન્દુઅને મુસલમાન હતા.”૧ વળી અમદાવાદ ગેઝેટીયરને કર્તા લખે છે કે બાદશાહી અમલમાં (ઈ. સ. ૧૪૦૦ થી ૧૫૭૦) અમદાવાદમાં માળવાથી અફીણ આવતું; ખુરાસાનથી ઘેા, હથીઆર ને રેશમી માલ આવતા; અને પાસેના પ્રદેશમાંથી ગળી, રૂ ને અનાજ પરદેશ જતા માટે તથા સ્થાનિક ઉદ્યોગને માટે આવતાં. ખંભાતમાં અમદાવાદના ભભકાદાર અમીરવર્ગ માટે પૂર્વના તમામ દેશોમાંથી માજશેખની અનેક ચીજો આવતી. અમદાવાદને કીનખાબ મશરૂ અને સુતરાઉ કાપડ ખંભાતથી ચઢતાં, એટલે ખંભાતને નામે પંકાતાં; ને કરોથી પેકીન સુધીના પૂર્વ ગોળાર્ધને દરેક બજારભાં બહુ ખપતા. મુલાકાના જંગલી લોક પિતાની ઉંચાઈ જેવડ આ કાપડને ઢગલો આપતા ત્યારે બંધનમાંથી મુક્ત થતા. આમીકાના કિનારા પર એ કાપડ સુવર્ણને બદલે વેચાતું બારબોસા જણાવે છે કે “અહીંથી એડનમાં કેટલાક ઔષધ, અફીણ, ઘઉં, ગળી, મણકા વગેરે જતું; અને એડનથી ત્રાંબુ, પારે, ગુલાબજળ અને હીંગળાંક આવતું. અરબસ્તાનથી ઘોડા આવતા. આફ્રીકાથી સોનું, હાથીદાંત, અંબર અને મીણ આવતું. મલબારથી સોપારી નાળીયેર અને મરી આવતાં. સિંહલદ્વીપ અને પગુથી એ જ માલ આવતો. બંગાળાથી સાકર અને મલમલ આવતી. જાવાથી ઝવેરાત અને કસ્તુરી ને મલાકાથી તેજાનાની વસ્તુઓ આવતી....એડન આગળ ખંભાતનાં ઘણાં મેટાં વહાણે એટલા બધા જથાબંધ માલ સાથે અરબસ્તાન, આદીકા અને ઈજીપ્ત સાથે વ્યાપાર કરવા આવતાં કે તેમના સુતરાઉ કાપડની કીંમતને ખ્યાલ પણ ન આવે.” આ લંબાણ વર્ણન તે વખતના અમદાવાદની બલકે ગુજરાતની વ્યાપારસમૃદ્ધિ બતાવવાને પૂરતું છે.
2- Ahmedabad Gazetteer, Vol. IV, B. P, (1879) p. 87.
pp 87-88. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com