________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨પ બાદશાહના સૂબા ગુજરાતનો વહીવટ પાટણમાં રહીને કરતા. છેલ્લા સૂબો ફરખાં ચૌદમી સદીના અંતમાં મુઝફરશાહ નામ ધારણ કરીને સ્વતંત્ર થયો. તેના મરણ પછી તેને પાત્ર અહમદશાહ ગાદીએ આવ્યો. અહમદશાહ બળવારેને વશ કરીને આશાવલ આવ્યા અને ત્યાંની હવા પસંદ પડવાથી ઇ. સ. ૧૪૧૧ માં અમદાવાદ શહેર વસાવ્યું. અણહિલવાડને બદલે હવે આશાવલ આગળ બાદશાહીં. રાજ્યનું નવું પાટનગર થયું. એટલે અણહિલવાડની સર્વ પ્રવૃત્તિઓ આ નવા પાટનગરમાં આવી. શ્રી. દિવેટીયા કહે છે તેમ વ્યાપારના ક્ષેત્રમાં અમદાવાદનું (આશાવલ) પ્રાચીન મહત્વ હવે સેગણું વધ્યું. અમદાવાદ વસ્યું ત્યારે યુરોપવાસીઓને હિન્દુસ્તાન ક્યાં આવ્યું તેની ખબર નહોતી. હિન્દમાં સેનાના ઢગલા મળે છે એમ યુરોપવાસીઓ સમજતા અને હિન્દુસ્તાનને શોધવા માટે ભગીરથ પ્રયત્ન કરતા... જે વખતે પૂર્વના સમુદ્રમાં યુરોપવાસીઓને સંચાર નામને જ હતા તે વખતે આરબ અને ગુજરાતીઓ જ સર્વોપરી હતા. પંદરમી સદીમાં અમદાવાદની બાદશાહીને પીપલધ્વજ પૂર્વને મહાસાગરમાં બધે ઘૂમતે. પરદેશી વ્યાપારીઓ ગુજરાતને અને હિન્દના કેટલાક ભાગને ખંભાતના મહારાજ્ય તરીકે ઓળખતાર અમદાવાદની જાહોજલાલી ૧૫ મી ને ૧૬ મી સદીના પહેલા ભાગમાં પૂર્ણ કળાએ પહેચેલી, અને આથી તેને કેટલાક ઇતિહાસકારે “દુનિયાનું બજાર” એ નામથી સંબેધતાં.
બાદશાહી સમયમાં મુસાફરી માટે આવેલા કેટલાક વિદ્વાન. મુસાફરોએ અમદાવાદની આબાદીનાં ઘણાં વખાણ કરેલાં છે. તે. ઉપરથી સ્પષ્ટ થાય છે કે હિન્દુ રાજાઓએ પપેલી ગુજરાતની વ્યાપારી પ્રવૃત્તિ બાદશાહના વખતમાં પણ ખીલી નીકળી હતી. બારસ.
૧. દિવેટીયાનું ગુજરાતનું પાટનગર-અમદાવાદ-પા. ર૩ર૪. ૨.
પા. ૪૪૦-૪૪૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com