________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૩. મુસલમાન યાત્રાળુઓ મક્કા જવા માટે આ બંદરથી બેસતા ગુજરાતનાં નાણાંબજારમાંનું તે મુખ્ય નાણબજાર હતું, સોલંકી રાજાઓના નૌકાસૈન્યનું સ્થળ હતું. પણ બાદશાહી સમયમાં આ સમૃદ્ધિવાન બંદરની પડતી થવા માંડી.૧
અમદાવાદ ગેઝેટીયરને કર્તા આ સમયની વ્યાપારી પ્રવૃત્તિને માટે નીચે પ્રમાણે લખે છે: “અણહિલવાડના રાજ્યમાં મેડાસાની ટેકરીથી સાબરમતીના મુખ સુધીનું જંગલ ખેડાણ લાયક જગ્યામાં ફેરવાઈ ગયું હતું, અને ત્યાં ઘીચ વસ્તીવાળાં શહેરો વસ્યાં હતાં. તેમાંનું ધોળકા શહેર આંતરપ્રાંતીય વ્યાપારનું મથક હતું. પાટણના રાજાઓની નીચે ઘોઘા બંદર વધતું જતું હતું. જ્યારે ઈ. સ. ૧૪૧૧ માં અમદાવાદ વસ્યું ત્યારે ઘોઘા બંદરની જાહોજલાલી વધેલી, કારણ કે મોટાં વહાણો ત્યા ઊંડા પાણીમાં લંધરાતાં અને ત્યાંથી માલ ખંભાત બંદર મારફતે અમદાવાદ શહેરમાં જ હતો”
આ સ્થળે સિવાય ગુજરાતમાં બીજાં ઘણું શહેરે વ્યાપારઉદ્યોગની પ્રવૃત્તિમાં રોકાયેલાં હતાં, અને તેમની અપૂર્વ સમૃદ્ધિનું મૂળ કારણ તે પ્રાંતની વ્યાપારઉદ્યોગની જાહોજલાલી સિવાય બીજું કંઇ ન હતું.
ગુજરાતના સ્વતંત્ર હિન્દુ રાજ્યના આશરે ૫ સદીના અમલમાં પ્રાંતના વ્યાપારઉદ્યોગોને સારૂ પોષણ મળેલું. તે આગળનાં વર્ણને. પરથી સાબીત થાય છે. ખંભાત ને ઘેઘા ગુજરાતના દરીયાઈ વ્યાપારનાં કેન્દ્રસ્થાને હતાં. અણહીલવાડ, આશાવલ, કર્પટવાણિજ્ય, ધવલક, વટપદ્રપુર ને સિદ્ધપુર વગેરે આંતરપ્રાંતીય વ્યાપારના મથકો હવાથી બંદરોના નિકાશવ્યાપારનાં પોષક સ્થાનો હતાં. કાઠીયાવાડમાં
1. Altekar, Ancient Towns in Gujarat, p. 47.
2. Ahmedabad Gazetteer, Vol. IV, B. P., (1879), pp. 86–87,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com