________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૨૪ સુષુપ્ત અવસ્થા ભગવતી વ્યાપારી પ્રવૃત્તિ ફરીથી વધારે જોશથી ખીલી નીકળી, તેમ જ ત્યાર પછી આપણને ગુજરાત વિષે વધારે ચોકકસ ખબર મળી શકે છે, તેથી તે પછીના સમયને આપણે અર્વાચીન સમયથી ઓળખીશું. આશરે ૯ સદીના લાંબા મધ્યકાળને ગુજરાતનાં જુદાં જુદાં રાજ્યના અમલ પ્રમાણે વહેંચીને તે પ્રમાણે પ્રાંતની વ્યાપારી પ્રવૃત્તિનું વર્ણન કરવાથી વધારે સરળતા પડશે.
આ મધ્યકાળનું નીચે પ્રમાણે વર્ગીકરણ થઈ શકે? (૧) હિન્દુ રાજ્ય–ઈ. સ. ૮૦૦ થી ૧૩૦૦ સુધી. (૨) બાદશાહી રાજ્ય-ઈ. સ. ૧૩૦૦ થી ૧૬ ૦૦ સુધી. (૩) મેગલ રાજ્ય–ઈ. સ. ૧૬૦૦ થી ૧૭૫૦ સુધી. (૪) મરાઠા રાજ્ય-ઈ. સ. ૧૭૫૦ થી ૧૮૫૦ સુધી.
ઉપરનું વર્ગીકરણ વિવિધ રાજ્યોની ચઢતી કે પડતી ચોક્કસ તારીખવાર બતાવે છે એમ નહીં જ કહી શકાય, પણ નિબંધની સરળતાને માટે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. (૧) હિન્દુ રાજ્યને સમય
૯ મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં ચાવડાવંશનું રાજ્ય ચાલતું હતું. વનરાજે વસાવેલું અણહીલવાડ શહેર ૧૦ મી થી ૧૪મી સદી સુધી પિતાની જાહોજલાલી અચળ રીતે જાળવી રહ્યું હતું. ચાવડા વંશ પછી ચાલુક્ય વંશના રાજ્ય નીચે તે શહેર વ્યાપારમાં ઘણું આગળ વધેલું હતું. કુમારપાળ ચરિત્રને કતાં લખે છે કે “અણહીલવાડ વિસ્તારમાં ૧૦ કેસ હતું. તેની અંદર ચેરાસી ચેક અને બજારો સેના ને ચાંદીની ટંકશાળ સાથે હતાં. જૂદા જૂદા વ્યાપારી અને કારીગર વર્ગ માટે જુદાં જુદાં બજારો હતાં. અઢાર પ્રકારની જાતિ ત્યાં વસતી હતી. દરેક માલને માટે જુદી માંડવી હતી કે જ્યાં આયાત કે નિકાશ પરના કર ઉઘરાવાતા. એ વ્યાપારનું મેટું મથક હતું, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com