________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાવિજ્ઞાન
૧૨ ]
દરાજના કરની આવક આશરે રૂ!. ૫,૦૦૦ થતી. ૧
કર્ણાવતીની પાસે આવેલું આશાવલ ૧૦ મી સદીમાં અગત્યનું” વ્યાપારનું મથક હતું. વ્યાપારની દ્રષ્ટિએ તે ખંભાત અને પાટણથી બીજી પંકતિનું શહેર હતું, અલ્તેકર લખે છે કે “ આશાવલ, ખ’ભાત અને ભરૂચ, પાટણ અને મેડાસાના રસ્તાઓ પર આવેલું હાવાથી ઘણુંજ વસ્તીવાળું, સમૃદ્ધિવાન અને વ્યાપારમાં અગ્રેસર હતું. ve ૧૨મી ને ૧૩ મી સદીમાં હાલતું કપડવંજ મધ્યહિન્દુ અને પાટણ, ભરૂચ તથા ખંભાતના વ્યાપારના માર્ગ ઉપર અત્યંત અગત્યનું શહેર હતું. ધવલક અથવા અર્વાચીન ધેાળકા પણ ૧૦ મી સદીમાં આંતરપ્રાંતીય વ્યાપારનુ કેન્દ્ર હતું. ગુજરાતના રાજાઓની રાજ્યધાની અણુહીલવાડ અને ખભાતના ધોરી માર્ગ પર તેમ જ કાઠીયાવાડને મૂળ ગુજરાતની વચ્ચમાં આવેલું હાવાથી ૧૨ મી ને ૧૩ મી સદીમાં ધાળકા ગુજરાતના અગત્યના શહેરમાંનું એક રાહેર હતું કે જાં નાણાની લેવડ દેવડ ઘણી થતી.
વટપદ્રપુર અથવા અર્વાચીન વડેાદરા ૯ મી સદીમાં ફક્ત ગામડું હતું, પણ ૧૩ મી સદીમાં તે જૈન વ્યાપારીનુ નિવાસસ્થાન થવાથી આંતરપ્રાંતીય વ્યાપારનું મુખ્ય મથક હતું.” મૂળરાજ અને સાલજી વંશજોના વખતમાં સિદ્ધપુર જાત્રાનુ ધામ હતું. તેથી કુદરતી રીતે તે શહેર વ્યાપારઉદ્યોગમાં આગળ વધેલું હતું. સ્તંભતી અથવા હાલનું ખંભાત ૮ મી સદીમાં સ્થાનિક રાજ્યની રાજ્યધાની હતું, પણ સેલકરાજાઓના અમલમાં તે રાજ્યના આયાત ને નિકાશ વ્યાપારનું મુખ્ય બંદર હતું. શ્રી. અતેકર લખે છે કે
૧. J. Burgess, A Visit to Gujarat in 1869, p. 80-81, 2. Altekar, Ancient Cities in Gujarat, p. 16.
3.
19
Pp. 26-27. ૪. Altekar, Angien Towns in Gujarat, p. 37.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com