________________
૧૧૮] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ઉતરતા. આથી તે ઘણું જ વસ્તીવાળું અને સમૃદ્ધિવાન સ્થળ થયેલું.' આ સિવાયનાં બીજા વ્યાપારનાં સ્થળો કાઠીયાવાડમાં ઘોઘા, દીવ, માંગરોળ, પોરબંદર હતાં કે જેઓ મધ્યકાળ સુધી સારી રીતે જાહેજલાલી ભોગવતાં હતાં. માંગરોળ બંદર વિષે બાસા કહે છે કે
મલબારથી ઘણાં વહાણે અહીં આવતાં ત્યારે નાળીયેર, મીણ, એલચી ને બીજા તેજાન લાવતાં, અને માંગરોળમાંથી ઘોડા, ઘઉં, ચેખ, રૂ, કાપડ, વનસ્પતિ વગેરે લઈ જતા.”૨ પ્રાચીન સમયનાં બંદરે વલભિ અને પ્રભાસ વ્યાપારઉદ્યોગનાં કેન્દ્ર હતા, અને જેમાં જેમ દરીયાઈ વ્યાપાર વધતો ગયો તેમ તેમ નવાં નવાં બંદરે ખીલતાં ગયાં.
ખંડસ્થ ગુજરાતમાં વ્યાપારી પ્રવૃત્તિનું પ્રાચીન સ્થાન ગુકચ્છ અથવા તે અર્વાચીન ભરૂચ હતું. તે યાત્રાનું ધામ હતું, એટલું જ નહીં પણ ઉત્તર હિન્દના આયાત ને નિકાશ વ્યાપારનું મુખ્ય બંદર હતું. ઈસવી સનના પહેલાં આ બંદર દરીઆઈ વ્યાપારમાં આગળ વધેલું હતું, એમ સપ્રમાણ સિદ્ધ થયેલું છે. શ્રી. અલેકર લખે છે કે “ખ્રીસ્તી સંવતની શરૂઆતમાં આ બંદરે આખા ઉત્તર અને મધ્ય હિન્દના આયાત ને નિકાશ વ્યાપારમાં સર્વોપરીપણું મેળવ્યું હતું. ઉત્તર હિન્દમાંથી કીંમતી પત્થર, માટીનાં વાસણ ને મલમલ આ બંદરેથી બહારગામ જતાં. ૭ મી સદી સુધી જ્યારે હ્યુએનસંગે તેની મુલાકાત લીધેલી ત્યારે પણ તેની દરીયાઈ પ્રવૃત્તિ અચળ રહી હતી.”૩ ગોદ્રહક અથવા અર્વાચીન ગોધરા વલ્લભી રાજ્યની પડતી પછી સ્થાનિક રાજ્યના આશ્રય નીચે જમીન માર્ગનું વ્યાપારનું સ્થળ હતું. ભરૂચ વિષે ભરૂચના ગેઝેટીયરને કર્તા જણાવે છે કે
1-2 Kathiawar Gazetteer, B. P. Vol. VIII. (1884); P. 281.
3. Altekar, Ancient Towns and Cities. pp. 33–35. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com