________________
પ્રકરણ ૬ હું
પ્રાચીન અને મધ્યકાલીન સમયને વ્યાપાર
અને વ્યવહાર
પ્રાચીન કાળ
ઘણા પ્રાચીન કાળથી ગુજરાત અને કાઠીયાવાડ વ્યાપારઉદ્યોગમાં પુષ્કળ આગળ વધેલાં હતાં, એ સપ્રમાણ સિદ્ધ થયેલું છે. પશ્ચિમની પ્રજાઓ જ્યારે સુધરેલી ન હતી ત્યારે હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને દરીયાકિનારા પરના પ્રદેશમાં વ્યાપારઉદ્યોગ સારી રીતે ખીલેલા હતા. યુરોપની પ્રજાએ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં હતી ત્યારે પશ્ચિમ હિન્દના શિરેમણિ સમાં ગુજરાતે જાહેરજલાલીનું મળ્યા જોયું હતું. ગુજરાતના લેકે દરીયે ખેડતા; નાણાંની ઉથલપાથલ કરતા; જમીન અને દરીયામાર્ગે હજારે માઈલ માલ મોકલતા અને હજારે માઇલથી માલ દેશમાં લાવતા. પશ્ચિમના લેકો જ્યારે કપાસ એ શું છે તેથી તદ્દન અજ્ઞાત હતા ત્યારે ગુજરાતમાં વિવિધ પ્રકારનાં કપડાં તૈયાર થતાં અને બહારના દેશમાં એ કપડાં સેનાને ભાવે વેચાતાં. ઈશુ ખ્રીસ્તની સનેની શરૂઆત પણ નહતી થઈ તે પહેલાં ગુજરાતનાં બંદરો પૂરેપૂરી રીતે ખીલેલાં હતાં.
હાલના સમયના જેવા તારીખ-તવારીખના સાધનોના અભાવે પ્રાચીન કાલની પૂરેપૂરી વિગત આપણને મળી શકતી નથી, તેથી. આપણે મુસાફરો કે યાત્રાળુનાં વર્ણને અથવા તે શિલાલેખ ઉપર જ રસધાર રાખવો પડે છે તેમ જ વ્યાપારઉદ્યોગના આંકડા પણ ન મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com