________________
વ્યાપાર અને વ્યવહાર
[ ૧૧૭ -શકવાથી તે વખતની સમૃદ્ધિ અથવા જાહોજલાલીના વૃતાન્ત ઉપરથી થોડુ ઘણું જાણવાનું મળે છે. તેમ છતાં એમ તે સાબીત થાય છે કે ગુજરાતની સમૃદ્ધિનો મૂળ આધાર તેના વ્યાપારઉદ્યોગની ચઢતી પર હતે. અર્વાચીન સમયના જેવી યાંત્રિક શોધખોળે તે વખતે ન હતી, તો પણ વ્યાપારી લોકો પોતાની સાહસિક બુદ્ધિથી ગમે તેવી વ્યવહારની અગવડ હોવા છતાં, અને ચોર, લૂંટાર કે પરદેશી રાજાના ભયને ગણકાર્યા વગર વ્યાપારમાં ઝંપલાવતા અને પ્રાંતની આબાદીમાં વધારે કિરતા તેમના માટે અત્યંત પ્રશંસાપાત્ર છે.
મૂળ ગુજરાત અને કાઠીયાવાડનાં શહેરે વ્યાપારઉદ્યોગને લીધે ઘણાં સમૃદ્ધિવાન હતાં તે કંઈ આશ્ચર્યભરેલું નથી એમ એનશંગ નામને મુસાફર જણાવે છે, કારણ કે ગુજરાતની કુદરતી સમૃદ્ધિ સિવાય ત્યાંના લોકોની વ્યાપારી બુદ્ધિ એટલી બધી જવલંત હતી કે તેઓ તે સમૃદ્ધિમાં વધારે કરતાં. કાઠીયાવાડમાં ભાવનગર પાસે આવેલું વલભિનગર ઘણા વખત પહેલાં અતિપ્રખ્યાત જાહોજલાલીનું સ્થાન હતું. હ્યુએનસંગ કહે છે તેમ તે નગરમાં ૧૦૦ લક્ષાધિપતિઓ હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે તેના બજારમાં અસાધારણ વ્યાપારની ચીજો દૃષ્ટિએ પડતી હતી. વલલિપુર વિષેની અનેક દંતકથાઓ પણ તેની સમૃદ્ધિની સાબીતી આપે છે. પ્રભાસપાટણ એ કાઠીયાવાડમાં બીજું વ્યાપારનું સ્થાન હતું. શ્રી. અૉકર જણાવે છે કે
જે કે પ્રભાસ બેશક તીર્થસ્થાન હતું, પણ તેની સમૃદ્ધિને અમુક ભાગ તે તે બંદર આફ્રિકા ને ચાઈના, ભરૂચ અને મેસેપેટેમીયા વચ્ચે મુસાફરી કરતાં વહાણેનું વિશ્રામસ્થાન હતું તેને લઇને હતે. ખાસ કરીને પ્રભાસ હિન્દુનું જાત્રાનું ધામ હતું, પણ પાછળથી મુસલમાન કે જેઓ ઇરાન ને અરબસ્તાનમાં યાત્રાર્થે જતા તેઓ આ બંદરે
1-2 A. S. Altekar, Ancient Towns & Cities in Gujarat & Kathiawad, p. 52.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com