________________
૧૦૮ ]
ગુજરાતતુ પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
કાચી વસ્તુઓ પેદા કરે છે. હિન્દના પરદેશી વ્યાપારની મેટામાં મેટી ખામી એ છે કે નિકાશ વ્યાપારને મોટા ભાગ કાચી પેદાશ અને ખારાકની ચીજોને છે અને ઉદ્યોગની ચીજો મેાટા ભાગે આયાત થાય છે. અપવાદ તરીકે માત્ર શણને તૈયાર માલ હિન્દમાંથી નિકાશ થાય છે. તાજેતરમાં ખાંડ, દિવાસળી વગેરે બનાવવાના ઉદ્યોગે સ્થાપવામાં આવ્યા છે, જેથી પરદેશી માલની આયાત ઓછી થવા લાગી છે. સરદ્ધદના દેશા સાથેના હિન્દના વ્યાપાર ઘણા ઓછા છે, તેનું કારણ એ છે કે ત્યાં હજી અર્વાચીન વ્યવહારની સગવડ થઈ નથીઅને વ્યાપાર ઉદ્યોગ વગેરે પ્રવૃતિમાં આ દેશે ઘણા પછાત છે.
જો કે હિન્દી મહાસાગરના ધારી માર્ગ પર હિન્દુસ્તાન આવેલા છે, પણ તેને પુનર્નિકાશને વ્યાપાર ઘણા ઓછા છે. જ્યારે પશ્ચિમના દેશે! જંગલી અવસ્થામાં હતા ત્યારે હિન્દી મહાસાગર વ્યાપારી મહાસાગર હતા અને હિન્દના પુનનિ કાશના વ્યાપાર પણ ઘણા હતા; પરંતુ હાલ આટલાન્ટિક વ્યાપારી મહાસાગર થવાથી ઇંગ્લાંડને પુનનિ કાશના વ્યાપારના લાભ મળે છે. આવા પ્રકારના વ્યાપારને વધારામાં માત્ર સ્થળસ્થિતિની જરૂર છે. એટલું જ નહીં પણ સ્વાયત્ત વ્યાપારી વહાણા, શરાપી પેઢીએ, વીમા કંપનીએ અને સંગીન વ્યાપારવ્યવસ્થા ઘણાં આવશ્યક છે. વ્યાપારનાં ઉપર્યુક્ત અનિવાય અંગે। . પરદેશીએના હાથમાં હાવાથી હિન્દને તેા એકંદરે ઘણાજ ગેરલાભ થાય છે.
રાષ્ટ્રિય વ્યાપારને અણુધારી મુશ્કેલીએ ના પડે તે માટે આયાત કે નિકાશ વ્યાપાર માત્ર એક દેશ સાથે નહી પણ જૂદા જૂદા દેશા સાથે નેતા પ્રમાણમાં હાવા જોઇએ. વિવિધ દેશો સાથેના વ્યાપાર ઓછાવત્તા પ્રમાણમાં હાય છે. તેનાં ઘણાં કારણો છે. રાજકીય પરિસ્થિતિ મુખ્ય કારણ છે. સામાન્ય રીતે પરતંત્ર દેશના વ્યાપાર તેમના શાસનક્રાં દેશ સાથે વધારે હાય છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com