________________
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન [ ૧૦૯ ઉપરાંત માલની જાત, કિંમત, દેશની આર્થિક સ્થિતિ વગેરે અગત્યને ભાગ ભજવે છે. હિન્દના આયાત કે નિકાશ વ્યાપારને માટે ભાગ ઈંગ્લાંડ સાથે છે, કારણ કે રાજકીય પરિસ્થિતિને લઈને અન્ય દેશ સાથે વ્યાપાર વધી શકે તેમ નથી. તાજેતરમાં હિન્દને જાપાન સાથે વ્યાપાર વધવા લાગે છે, કારણ કે જાપાનને ઓછી કિંમતને ભાલ હિન્દમાં ઘણે ખપે છે અને જાપાન હિન્દ પાસેથી રૂ ઘણા પ્રમાણમાં ખરીદે છે. પરિણામે ઈંગ્લાંડ સિવાયના અન્ય દેશો સાથે હિન્દને પરદેશી વ્યાપાર વધવા લાગે છે, જે કે “ઓટાવાના કરાર’ હાલમાં નવી મુશ્કેલી ઉભી કરી છે.
આંતરરાષ્ટ્રિય વ્યાપારથી એકંદરે ઘણું લાભ થાય છે, પણ જ્યારે નિકાશ અને આયાતનું પ્રમાણ સરખું ના હોય ત્યારે ક્યા ધોરણ મુજબ અને કેવી રીતે નાણાંની આપલે કરવી તેની મુશ્કેલી નડે છે. જે દેશે આયાત કરતાં નિકાશ વ્યાપાર વધારે કરે છે, તેમની આબાદી ઘણું વધે છે, કારણ કે ખરીદનાર દેશો પાસેથી નાણું ત્યાં પુષ્કળ આવે છે. તેથી ઉલટું નિકાશ કરતાં આયાત જ્યાં વધારે થાય છે તે દેશે અન્ય રીતે દેવું ન પતાવી શકે તે હંમેશાં દેવાદાર રહ્યાં જ કરે છે. સામાન્ય રીતે નિકાશ કરતાં આયાત વધારે થાય તો અવશેષ કિંમત પેટે ખરીદનાર દેશ વેચનાર દેશને સોનું મોકલે છે. માલની આયાત ઉપરાંત કેટલાક દેશો પરદેશી સંસ્થાઓ જેવી કે આગબોટની કંપનીઓ, શરાફી પેઢીઓ, વીમાની કંપનીએ વગેરેને લાભ મેળવે છે અને તે પણ એક પ્રકારની આયાત ગણાય છે, કારણ કે આવા દેશે તેમના દેવાદાર થાય છે. હિન્દુસ્તાનનો નિકાશ વ્યાપાર આયાત કરતાં ઘણું વધારે છે, પણ ઉપર્યુક્ત “અદશ્ય આયાત' ગણવામાં આવે તે એકંદર આયાત વધારે થાય છે, એટલે પરિણામે તે અન્ય દેશને દેવાદાર છે. ઈગ્લાંડની “અદશ્ય નિકાશ’ વધારે હોવાથી તે દેશ હાલ ઘણાખરા દેશને લેણદાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com