________________
૧૧૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
વ્યાપાર અને ખાસ કરીને નિકાશવ્યાપાર આથી દેશનું પરમ ધન ગણાય છે કારણ કે તેનાથી દેશની સમૃદ્ધિ ઘણું વધે છે. આધુનિક રાજ્યકારણમાં વ્યાપારઉદ્યોગને અતિ મહત્વ આપવામાં આવે છે, એટલું જ નહીં પણ આંતરરાષ્ટ્રિય મંત્રણામાં વ્યાપારવિષયક ચર્ચાઓ અગત્યનો ભાગ ભજવે છે. પશ્ચિમના ઉદ્યોગપ્રધાન દેશની અપૂર્વ આબાદી જોઇને નવા દેશો પણ હવે પિતાના ઉદ્યોગે ખીલવવા લાગ્યા છે. એટલે વધતી જતી ઉદ્યોગની બનાવટે કયાં નિકાશ કરવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. કોલસા, ખનીજતેલ વગેરેની ખાણ સ્વાયત્ત કરવા હાલ જેટલી આંતરરાષ્ટ્રિય હરીફાઈ ચાલી રહી છે તેથી વધારે નવા નિકાશક્ષેત્રો મેળવવાની સ્પર્ધા થઈ રહી છે. દેશ આથી એક બીજાના માલની આયાત અટકાવવા માટે આયાત પર જકાત નાંખે છે કે જેથી પરદેશી માલ રદેશ કે સ્વસંસ્થાનમાં આવી શકે નહિ. આધુનિક રાજ્યક્રાન્તિમાં સ્વદેશી ઉદ્યોગને કેવી રીતે ઉત્તેજન આપવું, નિકાશવ્યાપાર કેમ વધાર, વ્યાપાર સંબંધી કરારે કયાં ક્યાં કરવા વગેરે પ્રશ્નો અગ્ર સ્થાને હોય છે.
વ્યાપારનું જીવન વ્યવહાર છે. શ્રેષ્ઠ અને પૂરતી સગવડવાળા વ્યવહારનાં સાધને વ્યાપારને ઘણાં અગત્યનાં છે અને અર્વાચીન : આંતરરાષ્ટ્રિય વ્યાપારમાં જે પ્રગતિ થઈ છે તે યાંત્રિક વ્યવહારનાં સાધનને આભારી છે. હિન્દુસ્તાનની ઉત્તર સરહદ તરફ અને મોટા ભાગે રેતાળ અને ડુંગરાળ પ્રદેશમાં ઊંટ મારફતે વ્યાપાર ચાલે છે; પણ લાંબી મુસાફરીમાં અને વજનદાર માલને માટે પ્રાણુવ્યવહાર નિરૂપાગી છે. અર્વાચીન યુગમાં ખાસ કરીને કાચી વસ્તુઓ અને વજનદાર માલના વ્યાપારમાં ઘણે વિકાસ થયો છે, તેનું મુખ્ય કારણ યાંત્રિક વ્યવહાર છે એટલું જ નહીં પણ, સુએજ અને પનામાની નહેરો ખુલવાથી ટુંકા થયેલા દરીયાઈ માર્ગો, આગટે, બંદરે વગેરે સગવડ છે. વ્યાપાર અને વ્યવહાર અરસ પરસ લાભકારક છે.
વ્યવહાર વધવાથી વ્યાપાર વધે છે અને વ્યાપાર વધવાથી વ્યવહારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com