________________
૧૧૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ખર્ચમાંથી મુક્ત હેવાથી માલ કે મુસાફરે લઈ જવા માટે તેના ભાવનું ધોરણ વિમાન કે રેલ્વેની સાથે સરખાવતાં ઘણું ઓછું હોય છે. આથી સમજાશે કે વજનદાર બોજા લઈ જવા માટે વિમાન પ્રતિકૂલ છે. એાછા ભાવે, મોટા ને વજનદાર માલ લઈ જવા માટે આગબોટો વપરાય છે અને જ્યાં જલદી નાશ પામે તેવી ચીજે માટે ઝડપ, સહીસલામતતા અને વધારે વહનશક્તિની જરૂર છે ત્યાં મોટા ભાગે આગગાડીની ઘણી વપરાશ થાય છે.
તાજેતરમાં મેટરવ્યવહારે રેલ્વે વ્યવહારની સાથે ઘણી હરીફાઈ કરવા માંડી છે. ખાસ કરીને ટુંકા અંતરમાં અને મુસાફરોને લઈ જવામાં મોટરવ્યવહાર અનુકૂળ છે, એટલું જ નહીં પણ ભાવમાં સસ્તું પડે છે. આ વધતી જતી હરીફાઈથી રેલ્વેની આવકને ઘણું નુકશાન થાય છે. રેલ્વે અને મોટર અને જમીનમાર્ગને ઉત્તમ વ્યવહારનાં સાધનો છે અને બન્નેનાં ક્ષેત્રો જૂદાં છે. અંદરઅંદર સ્પર્ધા કરવાને બદલે, ટુંકા અંતરમાં મોટરવ્યવહાર અને લાંબા અંતરમાં રેલ્વે વ્યવહાર એ પ્રકારની સહકારી યોજના ઘડવામાં આવે તે એકંદર વ્યાપારને ઘણો લાભ થાય તેમ છે.
દરેક પ્રગતિમાન દેશમાં રેલ્વેવ્યવહાર સારી રીતે ખીલેલો છે. સામાન્ય રીતે જે માર્ગે આછામાં ઓછા કુદરતી અંતરાયો હોય છે તે ભાગે રેલ્વે બાંધવામાં આવે છે; પરંતુ અર્વાચીન સમયમાં લોકેનું વલણ ઝડપ પ્રત્યે વધારે હેવાથી ટુંકામાં ટુંકે રસ્તે રેલ્વે બાંધવામાં આવે છે. તે માટે વિશાળ નદીઓ, પ્રચંડ પર્વત અને નિર્જન રશે જેવા કુદરતી અંતરાયોને સાનુકૂળ બનાવવા પુષ્કળ ખર્ચ કરવું પડે છે. દિવસે દિવસે જમીનમાર્ગે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધતો જતો હોવાથી જુદા જુદા દેશો પોતપોતાની રેલવે પરરાજ્યની ર સાથે જોડે છે. રેલ્વેના આવા એકસરખા અનુસંધાનથી મહાન ડિસ્થ ર ઉદ્ભવે છે કે જેની સહાયતાથી જમીનમાર્ગના વ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com