________________
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન
[ ૧૧૩ પારમાં ઘણે વિકાસ થાય છે. સેબીરીયાની ખંડસ્થ રેલવે પૂર્વ પશ્ચિમ મોટામાં મોટી રેલ્વે છે. રશીયાના વ્યાપારને તે ધોરી માર્ગ છે અને પેસિફીક મહાસાગર અને બારીક સમુદ્રનાં બંદરને તે જોડે છે. કેનાડામાં પેસિફીક રેલ્વેએ રસાળ મેદાનની પેદાશને ખીલવવામાં ઉત્તમ ભાગ ભજવ્યો છે. ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ અમેરીકામાં પણ આવી જાતની ખંડસ્થ રેલ્વે આવેલી છે. ઉત્તર દક્ષિણ મેટામાં મોટી ખંડસ્થ રેલ્વે આક્રીકામાં થઈ શકે તેમ છે; પરંતુ કેપથી કરે સુધીની આ રેલ્વેનું વચ્ચમાં માત્ર થોડાક માઇલ જોડાણ ન થવાથી હજુ તે અપૂર્ણ છે.
હિન્દુસ્તાનમાં રેલ્વેની રચના તદ્દન વિચિત્ર છે. જો કે રેલ્વેને વિસ્તાર પ્રમાણમાં સારો છે, પણ સરહદનાં રાજ્યની રેલવે સાથે તેનું જોડાણ થયેલું નથી. તેનું મુખ્ય કારણ પ્રતિકૂળ ભૂyરચના છે. હિન્દુ અને બ્રહ્મદેશની વચ્ચમાં એક તરફ પર્વત અને બીજી તરફ અસંખ્ય વહેલા આવેલા છે, એટલે આ દેશો વચ્ચે રેલ્વે બાંધવી ખર્ચાળ છે અને પરિણામે જમીનમાગે વ્યાપાર પણ છેડે ચાલે છે. ચીનમાં હજુ રેલ્વેને વિસ્તાર વધ્યો નથી, એટલે હિન્દ કે બ્રહ્મદેશની સરહદ સુધી રેલ્વે આવી નથી. હિન્દુ અને ટિએટ વચ્ચે પ્રચંડ હિમાલય પર્વત આવેલ હોવાથી રેલ્વે વ્યવહાર થઈ શકે તેમ નથી. વળી ઈરાન અને અફઘાનીસ્તાનનાં પછાત રાજ્યમાં રેલ્વે વ્યવહાર નહીં જેવો હોવાથી હિન્દુ અને ઈરાક વગેરે દેશો વચ્ચે રેવેવ્યવહાર થવો મુકેલ છે. આથી ખ્યાલ આવશે કે જમીનભાર્ગના વ્યવહારમાં ભૂપૃષરચના અગત્યને ભાગ ભજવે છે અને વ્યવહાર વગર વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકતી નથી.
જળમાર્ગના વ્યવહારમાં માત્ર સમુદ્રકિનારે ઉપયોગી નથી, પણ તે કિનારે ખાંચાખાંચાંવાળે હવે જોઈએ કે જેથી ત્યાં સારાં કુદરતી બંદરો થઈ શકે. જે બંદરો વ્યવહારોગ્ય નદીઓનાં મુખ
હાલ જોઇએ કે જેથી નથી,
થઈ કે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com