________________
વ્યાપારી વિભાગ
પ્રકરણ ૫ મું
વ્યાપાર અને વ્યવહારનું સામાન્ય અવલોકન
પૃથ્વી પર ભિન્ન ભિન્ન પ્રાકૃતિક પરિસ્થિતિને લઈને દરેક જાતની પેદાશ દરેક ઠેકાણે ઉત્પન્ન થતી નથી. કોઈ દેશમાં અમુક પેદાશ અતિશય પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, ત્યારે બીજામાં તેની ઉત્પત્તિ માટે કુદરત એટલી બધી સાનુકૂળ નથી. પ્રાચીન સમયમાં જ્યારે હાલની માફક નાણું વપરાતું ન હતું, ત્યારે માત્ર વસ્તુઓની આપલે થતી. નાણાંની વપરાશને લીધે હાલ પહેલાંની ઘણી મુશ્કેલીઓ ટળી ગઈ છે. નાણાંની મદદ વડે ઈ પણ વસ્તુ, કેઈ પણ વખતે અને કોઈ પણ જગ્યાએ મળી શકે છે. કારીગર પિતાની બનાવટે ઘરાકને વેચે છે અને મળેલાં નાણુમાંથી જોઈતી ચીજો ખરીદે છે. આ જાતની વસ્તુઓની આપલેને વ્યાપાર કહેવામાં આવે છે. જે માણસ પાસે વધારે વસ્તુ હોય તેને બદલે બીજાની વધારાની વસ્તુ મેળવવાથી વસ્તુઓને વિનિમય થાય છે. તેવી જ રીતે કોઈ પણ દેશ કે પ્રાંત પિતાની વધારાની પેરાશ બહાર મોકલે છે અને બીજા દેશે કે પ્રાંતમાં વધારે ઉત્પન્ન થતી પેદાશની આયાત કરે છે. આવી જાતના વસ્તુઓના વિનિમયને આંતરપ્રાંતીય કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com