________________
૧૦૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન તેઓ પવિત્ર અને ઉત્તમ ચારિત્ર્યવાળા મનાતા, જામીન તરીકે ઉભા રહેતા અને પ્રસંગે પ્રાણ આપવા તત્પર થતા. હાલ તેઓ. દેશી રાજાઓના દરબારમાં રાજકવિ તરીકે ઓળખાય છે અને તેમના આશ્રયે જીવન ગુજારે છે.
| મેર નામની બીજી બહાદુર જાત જેઠવા રજપૂતાના સમયમાં લશ્કરમાં સૈનિક તરીકે ઉત્તમ ભાગ ભજવતી. શાતિના સમયમાં તેઓ ખેતી કરતા અને લડાઈ વખતે સૈનિકનું કામ કરતા. હજુ પણ તેઓ રાજ્યને મહેસુલ આપતા નથી. મહી નદી તરફથી આવેલી મહીયાસની જાત અત્યન્ત બળવાખોર છે. તેઓ ગીરમાં વસે છે અને ઢેર પાળે છે. કેટલાક ખેતી પણ કરે છે.
ગુજરાતી પ્રજાનું ભાવી.
આથી સમજાશે કે ગુજરાતી પ્રજા એક ઓલાદની નથી. એમાં અનેક જાતિઓનું સંમિશ્રણ છે. ભીલ, નાયકડા, દુબળા,
ધરા, કોળી, કાઠી, વગેરે અસલ જાતિઓ બાદ કરીએ તો બાકીની પ્રજામાં જુદી જુદી જાતિઓની કેટલીક વિશિષ્ટતાઓ નિરાળી દેખાય છે. જો કે સામાન્ય રીતે એમને સમન્વય થઈ ગયો છે; પરંતુ ગુજરાતની જડ ગેલિક પરિસ્થિતિને લીધે ગુજરાતીઓનું વ્યક્તિત્વ હિન્દની અન્ય પ્રજા કરતાં નિરાળું લાગે છે. “ગુજરાતની અખંડ સાગરપાળે એના પુત્રને સમુદ્ર ખેડતા કયાં, વ્યાપારી કર્યા, ધનસંચયમાં મગ્ન રાખ્યા, વ્યવહારૂ કયાં, ઉદાર ને સાહસિક બનાવ્યા. સાગરે સરલ કરેલા ધનપ્રાપ્તિના માર્ગો શોધતાં, એમનામાં ન આવી દુધઈ વીરતા, ન એમણે કેળવી પ્રખર વિદ્વત્તા, સમાનતા કે પ્રસરી, રૂઢિપ્રભાવ શિથિલ બન્ય, સ્ત્રીઓ સ્વાતંત્ર્ય પામી, એની સરિતાદેવીઓએ ફળ, ફુલ ને ધાવે એમને સમૃદ્ધ કર્યા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com