________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિઓ
[ ૧૦૩ ગામડાંમાં વસવાટ કરવા લાગ્યા છે, અને હવે શાન્તિમય જીવન પસાર કરે છે, જો કે તેમને બંડખોર સ્વભાવ ગયો નથી. તેઓ સ્વભાવે માયાળુ હોય છે અને મહેમાનોની આગતાસ્વાગતા ઘણા જ ભાવથી કરે છે. એક વખતની ડુંગરાઓમાં વસતી કદાવર, શૂરવીર અને લૂંટારાની જાત કે જેમને તાબે કરવાને માટે અંગ્રેજ સરકાર તેમ જ દેશી રાજાઓ ઘણા ખુવાર થયેલા તે કાઠીઓમાંના કેટલાક હાલ ખેતી, કેટલાક ઢોરઉછેર અને કેટલાક જાગીર કે જમીનની ઉપજ ઉપર નિર્વાહ ચલાવે છે.
કાઠીયાવાડના ઘીચ જંગલવાળા પ્રદેશમાં આહીર કે રબારીની જાત બહુ જોવામાં આવે છે. કાકીની માફક આ જાત પણ ઉંચી, કદાવર બાંધાની અને શુરવીર છે. ગીર અને બરડાનાં ઘાસવાળાં બીડેમાં ઘણે ઠેકાણે આહીરેના નેસડા આવેલા છે કે જ્યાં તેઓ ઢેરો જથ્થાબંધ ઉછેરે છે. જો કે તેઓ સ્વભાવે માયાળુ, શાન્તિપ્રિય અને અતિથિસત્કાર માટે ખાસ જાણીતા છે, પણ પ્રસંગ આવ્યું શુરવીરતા બતાવવાનું ચૂકતા નથી. તેમને મુખ્ય ધ પશુપાલન છે અને પિતાને ઢેર પ્રત્યે અત્યંત મમતા રાખે છે.
શરવીરતા માટે જાણીતી બીજી ઘણી જાતે કાઠીયાવાડમાં વસેલી છે. કાઠીની સાથે ચારણની જાત પણ ઉત્તર તરફથી ત્યાં આવેલી એમ કહેવાય છે. ચારણે ઢોર ઉછેરતા અને કાઠી વંશજોના ઇતિહાસ રાખતા. હજુ આ જાત કાઠી અને અન્ય રજપૂત રાજવીઓની શરવીરતાના દૂહા ગાવા માટે પ્રખ્યાત છે.
લૂંટફાટના ધંધામાં ગૌરવ માનતા. તેમનાથી વધારે બળવાન રાજાઓને તેઓ ધિક્કારતા. તેમને કોઈ ચોક્કસ રહેઠાણું ન હતું.” ઇ. સ. ૧૮૨૦ માં બાવાવાળા નામને પ્રખ્યાત કાઠી લૂંટાર થઈ ગયેલો કે જેણે તે સમયના હિદી તૈકાસન્યના કેપ્ટન ગ્રાન્ટને ગીરમાં ચાર માસ સુધી કેદ Blan. Kathiawar Gazetteer p. 123–124. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com