________________
૧૦૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રમાણમાં આવેલા છે. તળાવડા કળીએ સિવાયના ઘણાખરા કળીઓ મજુરી કે ખેતી કરીને જીવન ગુજારે છે, પણ તેમનામાં ચોરી કરવાની ટેવ હજુ છે. રેવાકાંઠા તરફ હજુ તેઓ ચેર તરીકે જાણીતા છે અને જ્યારે તેમને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તેઓ ઘણું જ સહનશીલતા અને નમ્રતાથી સહન કરે છે. પાલણપુર તરફ તે દિવસે તેઓ ધાડ પાડે છે. કેટલાક તેમને ઉત્તરના મેદાનની અનાર્ય પ્રજા તરીકે ઓળખે છે, ત્યારે કેટલાક તેમને સુધરેલા ભીલ કે રજપૂત વંશજો તરીકે ઓળખે છે. ચરોતરના મેદાનમાં અને મહીકાંઠા તરફ જોવામાં આવતા ધારાળા પણ શરીર, બંડખર અને લૂંટારા તરીકે પ્રખ્યાત છે. કાઠી, આહીર વગેરે.
કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશમાં એક દરવીર અને બંડખેર કાડીની જાત જોવામાં આવે છે. આ જાત કચ્છ તરફથી કાઠીયાવાડમાં આવેલી હોય તેમ જણાય છે, પણ ક્યારે આવેલી તેની તારીખ નકકી નથી. મધ્ય એશિયામાંથી જે જાતે હિન્દમાં આવેલી તેમાંની આ એક છે. તેઓ સિંધના મુખપ્રદેશ પાસે વસેલા, પણ મુસલમાનોના હુમલાથી કચ્છમાં અને ત્યાંથી છેવટે કાઠીયાવાડમાં આવી વસેલા. તેમના નામ ઉપરથી હાલ આ દ્વીપકલ્પ કાઠીયાવાડ કહેવાય છે.
ઘણા લાંબા વખતથી આ જાત લૂંટફાટથી જીવન ગુજારતી આવેલી છે.? તેમના નામ માત્રથી પ્રજાને ત્રાસ લાગતે અને તેઓ ખેતીને ધિક્કારતા. મુસલમાની રાજ્યની પડતી થયા પછી તેઓ
?. Gazetteer of Bombay Presidency (Gujarat l'opulation) p. 237.
2. Kathiawar Gazetteer, p. 122. ૩. ઈ. સ. ૧૮૮ માં કનલ કર લખે છે કે “કાઠી લો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com