________________
દરીયાકિનારા આગળ વસતી જાતિઓ
[ ૮૭ જાતે માછલી પકડવાને ધંધે કરે છે અને બાકીના ઘણું કરીને આગબોટમાં “લાસ્કર” તરીકે જોડાય છે. કચ્છ અને કાઠીયાવાડના ખારવાના રજપૂત, કોળી અને મુસલમાન, એ પ્રમાણે ત્રણ વર્ગ થઈ શકે છે. માંડવી અને વેરાવળ બંદરની હદ સુધીમાં રજપૂત ખારવાએ, દીવ અને ભાવનગરની વચ્ચમાં કેળી ખારવાઓ અને ઘોઘા આગળ કઆતી નામના મુસલમાન ખારવાઓ જોવામાં આવે છે. અરબસ્તાનમાંથી આવી વસેલા ભાદેલા નામના ખારવાઓ બેટ, દીવ, દ્વારકા, જાફરાબાદ અને જામનગર આગળ જોવામાં આવે છે. ખંભાત આગળ વસતા રજપૂત ખારવાએ ઘણું કાબેલ છે અને તેઓ છાપરાં સંચારવામાં કે પૂલ બાંધવામાં જાણીતા છે. ભરૂચ અને સુરતના ખારવા મોટે ભાગે મુસલમાન છે. રાંદેર અને ભીમપુર આગળના ખલાસીઓ પણ ઘર કે પૂલ બાંધવામાં ઘણું કાબેલ મનાય છે. વાઘેરની જાત બેટ અને દ્વારકા તરફ અને મીયાણાની જાત વવાણુઆ બંદરની પૂર્વ તરફ વસેલી છે. એક વખત જેઓ બહાદુર ચાંચીયા ગણાતા તે મીયાણું આજે અન્ય ખલાસીઓ જેટલા બહાદુર અને સાહસિક રહ્યા નથી. ઘણા સમયથી ચાંચીયા તરીકે પ્રસિદ્ધ થયેલી સંઘારની જાત કચ્છના અખાત આગળ નાવિકને ધંધે કરે છે. તેમાંના કેટલાક હાલ કચ્છમાં ઠેર ઉછેરે છે કે ખેતી કરે છે.
આગબોટ યુગના પહેલાં કચ્છના માંડવી બંદરે વહાણ બાંધવાને ઉદ્યોગ ઘણે ચાલતું હતું અને તે વખતે યુરેપ સુધી ગુજરાતમાં બાંધેલાં વહાણે જતાં. હજુ પણ માંડવી આગળ વહાણો બંધાય છે કે જે કિનારાના વ્યવહારમાં ઘણું વપરાય છે. તે ઉપરાંત
૧. ઈ. સ. ૧૭૮૦ માં માંડવીમાં બંધાયેલું એક વહાણ કચ્છી ખારવાઓ છેક ઇંગ્લડ સુધી લઈ ગયેલા, અને પાછું મલબારના કિનારે લાવેલા. તે અરસામાં શ્રીમંત વ્યાપારીઓને આશરે ૪૦૦ વહાણનો કાફલો હતો. Kutch Gazetteer p. 289.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com