________________
સપાટ પ્રદેશમાં વસતી તિઓ
[ ૯૫ ૨જપૂતો.
ગુજરાતની એક વખતની લડાયક અને શુરવીર રજપૂત જાત આજે આળસુ, એશઆરામી, અને સ્વછંદ બનેલી છે. મધ્યકાલીન યુગના રજપૂતે બહાદુર ઘેડેસ્વાર, યુદ્ધકળાનિપુણ અને સ્વદેશાભિમાની હતા. પરંતુ શાતિ અને વ્યવસ્થાના લાંબા વખતને લઈને તેમની ઉમદા ખાસીયતો નાશ પામી છે. રજપૂતે અત્યારે પણ પિતાની તરવાર સાથે રાખે છે, પણ ગુસ્સામાં કોઈ દિવસ બહાર કાઢતા નથી. આ જાત રીતભાતમાં નમ્ર, સ્વભાવે ઉગ્ર અને સ્વામીભક્તિવાળી હોય છે. રજપૂત ઘણું કરીને સૈનિક અને જમીનદાર હોય છે, પણ તેમની સૈનિક તરીકેની જરૂર હવે ઓછી થતી જાય છે. એટલે થોડાક જમીનદાર રજપૂતો સિવાય બાકીના કંઈ પ્રવૃત્તિ કરતાં જ નથી. રજપૂત ભાયા કે ઠાકોરે મોજશેખનાં સાધનો પાછળ પિતાને વખત વ્યતીત કરે છે. કેટલેક ઠેકાણે તેઓ ખેતીને ધધ કરે છે; પણ આળશ અને ઉદાસીનતાથી તેઓ અન્ય ખેડુતવર્ગ સાથે હરીફાઈમાં ફાવી શકતા નથી. ગુજરાતની આ મેદાનવાસી રજપૂત જાતને પર્વતવાસી ગુરખાની માફક જે લડાયક તાલીમ આપવામાં આવે તે તેઓ બહાદુર સૈનિક થઈ શકે તેમાં કંઈ સંશય નથી. ખેડતો.
ગુજરાતની વસ્તીને મોટે ભાગે ખેડુતોને છે. ગામડામાં વસતા દરેક વર્ણના લકે સામાન્ય રીતે ખેતીમાં રસ લે છે. ભાઠાંમાં વસતા “ભાઠેલા’ નામથી સંબોધાતા, દક્ષિણ ગુજરાતના અનાવીલ બ્રાહ્મણે હજુ પણ ખેતીમાં કાબેલ અને મહેનતુ મનાય છે. ઉત્તર ગુજરાતમાં વસતા કેટલાક સાઠોદરા અને વીસનગરા નાગરો પણ યજમાનવૃત્તિ ઉપરાંત ખેતી કરે છે, પરંતુ તેઓ ભાઠેલા જેટલા હુશીયાર નથી. વાણીયા અને મારવાડી શાહુકારો કે જેઓ ખેડુતવર્ગમાં ધીરધાર કરે છે, તેઓ પિતાની જમીન હોવા છતાં ખેતીમાં ઓછો રસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com