________________
સપાટ પ્રદેશમાં વસતિ જાતિઓ
[ ૩ છે. મેદાનવાસી લોકો વ્યવહારની અનુકૂળતાને લઈને સુધરેલી પ્રજાના સંસર્ગમાં ઘણું સહેલાઈથી આવે છે, એટલે પર્વતવાસી કે રણવાસી. લોકો કરતાં મેદાનના રહેવાસીઓ ઉદ્યોગ અને વ્યાપારમાં ઘણું પ્રગતિ કરી શકે છે,
| ગુજરાતમાં દરેક પ્રકારની પ્રાકૃતિક પરિસ્થિતિ હેવાની, એથી મેદાનવાળા, રેતાળ, ડુંગરાળ કે દરીયા કિનારાવાળા પ્રદેશમાં રહેનારા લોકે મળી આવે છે. પૂર્વ સરહદના ડુંગરાળ પ્રદેશમાં રહેતા કોળી, ધારાળા અને ભીલની જાત, કાઠીયાવાડના ડુંગરાળ મુલકમાં વસતા કાઠીની અને ગીર વગેરે જંગલમાં ભમતી આહીરની જાત, કચ્છ અને કાઠીયાવાડના દરીયાકિનારા પર રહેતા વાઘેર સંધાર વગેરે ખારવાની વાત અને ગુજરાતની સપાટ રસાળ ભૂમિમાં રહેતા બ્રાહ્મણ, વાણીયા, રજપૂત, ખેડુત વગેરે અન્ય વર્ણો પર સ્થાનિક પ્રાકૃતિક રચના ઓછાવત્તા પ્રમાણમાં અસર કરે છે.
પ્રાચીન સમયમાં મૂળ ચાર વર્ણો હતી, પણ અર્વાચીન સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-એ જાતે સૌ સૌના ધંધા કે ઉદ્યોગને અનુસાર ઓળખાય છે. એટલે હાલના નેકરીયાત વર્ગ, વ્યાપારી વર્ગ, ખેડુતવર્ગ, મજૂરવર્ગ વગેરેમાં દરેક વર્ણના લોકો જોવામાં આવે છે.
બ્રાહ્મણે.
ગુજરાતની વસ્તીનો મોટો ભાગ ઉચ્ચ વર્ણને છે અને તેમાં બ્રાહ્મણોનું પ્રમાણ ઘણું છે. આ વર્ણ ગુજરાતના દરેક ભાગમાં જોવામાં આવે છે. જો કે આ જાત બુદ્ધિશાળી, મહેનતુ અને શાતિપ્રિય છે, પણ તેમની આર્થિક સ્થિતિ અન્ય ઉચ્ચ વર્ણની સરખામણીમાં ઘણું ખરાબ છે. નાગર બ્રાહ્મણ સિવાય અન્ય બ્રાહ્મણે એકંદરે કેળવણી કે અન્ય પ્રવૃત્તિમાં તદ્દન પછાત છે. આ વર્ણને આજીવિકાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com