________________
દર ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન હિન્દુસ્તાનના કેઈ પણ ભાગમાં અને દુનીયાના વ્યાપારી પ્રદેશમાં નામાંક્તિ છે તે તેની વ્યાપારી બુદ્ધિ છે. ગુજરાતને સાગરકાંઠાને લાભ છે તે હિન્દના બીજા પ્રાંતને નથી. આથી ઘણા લાંબા સમયથી ગુજરાત વ્યાપારમાં આગળ પડતે ભાગ લે છે. મુસાફરે, યાત્રાળુઓ, એલચી, કે વ્યાપારીઓ જે જે લોકે ગુજરાતમાં આવેલા તેમણે ગુજરાતની સમૃદ્ધિ અને ગુજરાતીની વ્યાપારી બુદ્ધિનાં મુક્ત કઠે વખાણ કરેલાં છે. હુએન શંગ નામને ચીનને મુસાફર ગુજરાત વિષે લખે છે કે “આ પ્રાંતમાં સંપત્તિ પુષ્કળ હતી એટલું જ નહીં પણ સંપત્તિમાં વૃદ્ધિ કરનારી લેકની સુપ્રસિદ્ધ વ્યાપારી બુદ્ધિ હતી.”
વીંટન નામને બીજો મુસાફર પિતાની સુરતની સફરના વર્ણનમાં (ઈ. સ. ૧૬૮૯) લખે છે કે “સુરતના વાણીયા અતિશિય સમૃદ્ધિવાન હતા અને હિસાબી કામમાં એટલા કાબેલ હતા કે કોઈ પણ હિસાબ ગણિતશાસ્ત્રીના કરતાં વધારે ઝડપથી અને ઘણું સહેલાઈથી કરી શકતા. જે આજે પણ ગુજરાતી વ્યાપારીઓની સનાતની સાહસિક બુદ્ધિ અને અપૂર્વ વ્યાપારી પ્રગતિ ઝળકી ઉઠેલી છે. સાગરધારા કેળવેલ આંતરરાષ્ટ્રીય સમાગમ ગુજરાતીઓની વ્યવહાર બુદ્ધિ તેમ જ તેમના પ્રગતિપ્રેમ અને સાહસિક વૃત્તિને આભારી છે.
સપાટ પ્રદેશમાં વસતી જાતિઓ. ગુજરાતમાં સપાટ રસાળ મેદાને ઘણાં ઓછાં છે. પૂર્વ સરહદ ડુંગરાથી ભરપૂર છે. ઉત્તર તરફ સપાટ રેતાળ પ્રદેશ છે. કચ્છમાં ખેડાણવાળી જમીનનું પ્રમાણ ઓછું છે. તેમ જ કાઠીયાવાડને ઘણખરો ભાગ ડુંગરાળ છે. આથી સપાટ ફળ૬૫ મેદાને કે જ્યાં સામાન્ય રીતે લોકે પ્રગતિશીલ બને છે તે ગુજરાતમાં થોડા પ્રમાણમાં આવેલા
1. A. S. Altekar, Ancient Towns and Cities in Gujarat, p. 52.
2. J. Ovington, Voyage to Surat in 1689, p. 166. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com