________________
૯૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વસ્તી કચ્છના રણપ્રદેશમાં છે કે જ્યાં જમીન રેતાળ છે અને વરસાદ તદ્દન ઓછું પડે છે, એટલે ખેતીના ઉદ્યોગ માટે જેવી જોઈએ તેવી અનુકૂળતા નથી.
ભૂપૃષ્ઠરચના કે આબેહવા સિવાય અન્ય કારણો પણ વસ્તીના પ્રમાણમાં ફેરફાર કરે છે. જ્યાં જ્યાં અર્વાચીન ઉદ્યોગે મોટા પાયા પર ચાલે છે ત્યાં ત્યાં વસ્તી ઘણું ઘાડી માલમ પડે છે. ગુજરાત હજુ મુખ્યત્વે કરીને ખેતીપ્રધાન છે. ફક્ત મોટાં શહેરોમાં અર્વાચીન ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે અને અન્ય સ્થળોએ ખેતી એ જ મુખ્ય. ઉદ્યોગ ચાલે છે. આખા ગુજરાતમાં મોટામાં મોટું ઔદ્યોગિક સ્થળ અમદાવાદ છે કે જેનો મીલઉદ્યોગ દિવસેદિવસે વધતો જાય છે, એટલે વસ્તીનું પ્રમાણ પણ ત્યાં વધતું જાય છે. એ જ સ્થિતિ બીજા શહેરમાં ઘણે ભાગે જોવામાં આવે છે.'
આખા ગુજરાતનું એકંદર વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે, કારણ કે ઘાડી વસ્તીવાળા રસાળ પ્રદેશ ઉપરાંત થોડી વસ્તીવાળા ડુંગરાળ અને રેતાળ પ્રદેશ ત્યાં ઘણાં આવેલા છે. ખેડાણલાયક જમીન પર જે વસ્તીનું પ્રમાણ ગણવામાં આવે તો તે લગભગ દર ચોરસ માઇલે ૪૦૦ જેટલું થાય. મુંબઈ ઈલાકામાં સૌથી વધારે વસ્તીનું પ્રમાણ કણ વિભાગમાં છે, કે જ્યાં અતિશય વરસાદને લઈને નાળીયેરી વગેરે ઝાડો પુષ્કળ ઉગે છે અને લોકોને રાકનાં સાધનો નિકાશમાંથી પૂરતાં મળે છે. બીજે નંબરે ગુજરાત આવે છે કે જ્યાં ખેડાણવાળી રસાળ જમીનમાં ઉત્પન્ન થતા ખેતીના પાકથી ઘણા લોકોને નિર્વાહ થઈ શકે છે. ગુજરાતમાં જેમ જેમ નહેરેની કે અન્ય યોજનાથી ખેતીને ઉદ્યોગ ખીલતે જશે અને ઉદ્યોગ મટા પાયા પર સ્થાપવામાં આવશે તેમ તેમ વરતીનું પ્રમાણ વધતું જશે.
૧. અમદાવાદમાં દર ચેરસ માઈલ વસ્તીનું પ્રમાણ આશરે ૨૪ હજાર એટલે મુંબઇથી (૪૮ હજાર) અધું છે. સુરતમાં પણ આશરે ૩૩ Home -Census of India (1931) Vol. VIII Part I.
(Bombay Presidency) p. 59. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com