________________
વસ્તી અને જાતિઓ
[ ૮૯,
આ કોઠા ઉપરથી ખ્યાલ આવશે કે આખા ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ એકસરખું નથી. પાસેના નકશા પરથી પણ સમજાશે કે ગુજરાતના કયા કયા ભાગમાં વસ્તી ઘાડી છે અને કઈ જગ્યાએ વસ્તીનું પ્રમાણ અતિશય ઓછું છે.
વસ્તીના પ્રમાણમાં ફેરફાર કરનારા ઘણાં કારણે છે, પણ ખેતીપ્રધાન દેશ કે વિભાગમાં મુખ્યત્વે કરીને ભૂપૃષ્ઠરચના અગત્યને ભાગ ભજવે છે. સામાન્ય રીતે સપાટ ફળદ્રુપ મેદાનમાં ખેતી પુષ્કળ થઈ શકે છે, એટલે વસ્તી ત્યાં ઘાડામાં ઘાડી હેય છે. ડુંગરાળ ભૂમિમાં ખેતી માટે પ્રતિકૂળતા હોવાથી, વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આખા ગુજરાતમાં ઘાડામાં ઘાડી વસ્તી ફકત ખેડા છેલ્લા કે ચરોતરમાં છે; કારણ કે ત્યાં સપાટ જમીન છે એટલું જ નહીં પણ નદીઓના કાંપથી ભૂમિ ઘણું ફળદ્રુપ બનેલી છે. સુરત જીલ્લામાં અને વડોદરા રાજ્યમાં પ્રમાણમાં વસ્તી ઘાડી છે; કારણ કે ત્યાંની સપાટ ફળદ્રુપ જમીનમાં ખેતીને પાક સારે ઉતરે છે. પંચમહાલ જીલે ડુંગરાળ હોવાથી ત્યાં ખેતી સારી થઈ શકતી નથી, અને વસ્તીનું પ્રમાણ પણ આથી ત્યાં ઘણું ઓછું છે. અમદાવાદ જીલ્લો જેકે સપાટ મેદાન છે, છતાં ચારેતર કરતાં ત્યાં વસ્તી ઘણું ઓછી છે; કારણ કે ત્યાં જમીન એટલી ફળદ્રુપ નથી, જે નદીઓ વહે છે તેમાં બારેમાસ પાણી રહેતું નથી અને વરસાદનું પ્રમાણ ઓછું છે. દરીયા નજીકની ખારાશવાળી જમીન સિવાય ભરૂચ જીલ્લામાં નદીઓના કાંપથી બનેલી રસાળ ભૂમિમાં વરતી સુરત છલા જેટલી ઘાડી છે. ખંભાતના રાજ્યમાં પણ સમુદ્ર પાસેની ખારી જમીનમાં વસ્તી ઓછી છે. રેવાકાંઠા અને મહીકાંઠા એજન્સીએની ડુંગરાળ ભૂમિમાં વસ્તી ઘણી ઓછી છે; કારણ કે ત્યાં જંગલ કે ખનીજની પેદાશ એકઠી કરવા સિવાય અન્ય ઉદ્યોગ ચાલતો નથી. પાલણપુરના રેતાળ મેદાનમાં અને ડુંગરાળ કાઠીયાવાડમાં એ જ કારણોને લઈને વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે. સૌથી ઓછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com