________________
૯૯ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લે છે. રજપૂતો પણ કેટલેક ઠેકાણે ખેતી કરે છે, પરંતુ તેઓ પિતાની આળસ અને બેદરકારીને લીધે તેમાં જોઈએ તેવી નિપુણતા દાખવી શકતા નથી. ભરૂચ અને સુરત જીલ્લામાં વસતા સુન્ની વહોરાઓ ભાઠેલાની માફક ખેતીમાં હુશીયાર છે. તે ઉપરાંત ભરૂચ જીલ્લાના તળાવડા કળીઓ અને સુરત જીલ્લાના દુબળા વગેરે અનાર્ય જાતેએ ખેતીના ધંધામાં સારી પ્રગતિ કરી છે. ખેડા જીલ્લાના ચારેતર પ્રદેશમાં વસતા કણબી ખેતીમાં અપ્રતિમ સ્થાન ભોગવે છે. અનુકૂળ હવા અને અત્યંત ફળદ્રુપતા જે ભૂમિમાં છે અને અવિરત ખંત અને અતિશય પરિશ્રમ જેવી ખસીયતે જે ખેડુતોમાં છે ત્યાં ઉત્તમ પ્રકારની ખેતી થાય તે યથાર્થ છે. કણબી અને ખેડુતે વિષે ગેઝેટીયરને કત્તા લખે છે કે “ખેતીમાંથી મૂડીદાર થયેલા આ કણબીઓ દરેક પ્રકારની જમીનના ગુણદોષ સારી રીતે પારખી શકે છે અને દરેક પાક કે જમીનની જરૂરીઆતે સહેલાઈથી સમજી શકે છે”૧
દરીયા કિનારા આગળ વસતી જાતિઓ.
હિન્દુસ્તાનના અન્ય વિભાગે કરતાં ગુજરાતને સાગરકાંઠાને, લાભ વધારે છે, અને તેથી જ ગુજરાત પ્રાચીન સમયમાં વ્યાપાર અને વહાણવટામાં ઘણો આગળ વધેલ પ્રાંત હતો. જો કે હાલ વ્યાપારમાં ગુજરાતીઓ પોતાનું સ્થાન જાળવી રહ્યા છે, પણ અર્વાચીન આગબોટની હરીફાઈમાં પ્રાંતનું વહાણવટું નાશ પામ્યું છે. તે સાથે ખારવાઓની ઉમદા ખાસીયત પણ અદશ્ય થતી જાય છે. | ગુજરાતના સાગરકિનાર આગળ માછી, ખારવા, ભાઈ, ભાદેલા, વાઘેર, સંધાર, મીયાણા, ઢીમાર વગેરે જાતે જોવામાં આવે છે. આ જાતિઓને મુખ્ય ધ માછલી પકડવાને કે કિનારા આગળ ફરતા વહાણમાં ચલાવવાનું હોય છે. ભાઈ અને માછીની
1. Gazetteer of Bombay Presidency-Gujarat Population, p. 156.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com