________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૯૭
શ. ૧૦ લાખ કરતાં વધારે તેની વાર્ષિક કિંમત થાય છે. ઈમારતી લાકડાં ઉપરાંત આ જગલેાની ખીજી પેદાશ લાખ, ગુંદર, મીણ વગેરે છે. સુખડનાં ઝાડ ફક્ત મહીકાંઠાનાં જંગલામાં, તાડ રેવાકાંટાનાં જંગલેામાં અને આંબા રાયણ જેવાં ફળાઉ ઝાડે મહીકાંઠા અને રેવાકાંઠાનાં જંગલામાં ઘણાં જોવામાં આવે છે.
કાઠીયાવાડના ઉત્તર ઢાળ તરફ આવેલા ઝાલાવાડ અને હાલારના કેટલાક ભાગેામાં, કચ્છના રેતાળ પ્રદેશમાં અને છેક ઉત્તરના સપાટ મેદાનમાં વનસ્પતિ બહુ બેવામાં આવતી નથી. કાઠીયાવાડ અને મૂળ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંપની ફળદ્રુપ જમીન આવેલી છે ત્યાં આંબા, રાયણ, ખજુર, અનનાસ કે ફણસ જેવાં ફળાઉ ઝાડે! એછાવત્તા પ્રમાણમાં જોવામાં આવે છે. ફળાઉ ઝાડાની પેદારા આસપાસના પ્રદેશ સિવાય બહાર નિકાસ થતી નથી. રેતાળ અને ડુંગરાળ પ્રદેશ સિવાય ગુજરાતમાં કાઈ એવી જગ્યા નહીં હાય કે જ્યાં લીમડા, પીપળેા, પીપર, વડ, આમલી વગેરે સામાન્ય ક્ષે! જોવામાં ના આવે.
વનસ્પતિની પેદ્યારાને લગતા ઉદ્યોગા.
જંગલેાની પેદાશને લખ્તે કેટલાક ઉદ્યોગા સ્થાપી શકાય છે. સામાન્ય રીતે જગલામાં વસતા લોકોનો મુખ્ય ધંધા પેદારા એકડી કરીને બહાર નિકાશ કરવાના હોય છે, પણ પશ્ચિમના દેશમાં આ પેદાશને લગતા ઘણા ઉદ્યોગા ચાલે છે. કેનેડામાં ઈમારતી લાકડા વહેરવાના અને કાગળ બનાવવાને મેટા ઉદ્યોગ ચાલે છે, કારણ કે ત્યાં ઘણાં ઘાડાં જંગલા આવેલાં છે. સ્વીડન અને જાપાનમાં દીવાસળી બનાવવાના મોટા ઉદ્યોગ ચાલે છે, કારણ કે દિવાસળીમાં વપરાતું લાકડું ત્યાં પુષ્કળ જથ્થામાં મળી આવે છે. ફ્રાંસમાં દ્રાક્ષ પુષ્કળ થવાથી ત્યાં દારૂ બનાવવાના ઉદ્યોગ સારા ચાલે છે.
૧. E A. Smythies, India's Fores: Wealth, pp. 50–51.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com