________________
પિદાશ અને ઉદ્યોગ
[ & આખા ગુજરાતમાં આ રીતે જે ફળના ઉદ્યોગને ઉત્તેજન આપવામાં આવે તે આ પ્રાંતમાં જ તેની સારી નિકાસ થાય એટલું જ નહીં પણ હિન્દના બીજા વિભાગમાં તેમની ઘણી ખપત થાય. ફળના ઉદ્યોગને તે ઉપરાંત બીજી સગવડની ખાસ જરૂર છે. ફળને ભરવા માટે વાંસ વગેરેની સારી ટોપલીઓ વપરાય અને રેલવે તરફથી ખાસ ડમ્બઓની (બરફથી શીત થયેલા) સગવડ મળે તે ગુજરાતનાં ફળોની ઘણું નિકાશ બહાર થઈ શકે તેમ છે.
પ્રાણુની પેદાશ.
ગુજરાત ખેતીપ્રધાન વિભાગ હેવાથી ઢેરઉછેરને ધંધે, સાર ચાલે છે. બળદ ખેતીનું અનિવાર્ય અંગ ગણાય છે, એટલે બળદ તથા ગાય ગુજરાતમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે. ગુજરાતનાં ઢાર ઘણે ભાગે કાંકરેજ કે વઢીયારની જાતનાં છે. પાલણપુર રાજ્યમાં ઉછરતાં ઢોર કાંકરેજની જાતનાં કહેવાય છે. માળવાના ઉચ્ચ પ્રદેશમાં ઉછરતાં ઢોર માળવી, કાઠીયાવાડના ગિરમાં થતાં ઢેર ગિરની જાતનાં અને ડાંગના જંગલમાં થતાં ઢોર ડાંગી કહેવાય છે. કાંકરેજ ઠેર રંગે સામાન્ય રીતે સફેદ કે રૂપેરી, ગિર ઢેર રાતાં કે કાળાશ રાતાં અને માળવી ઢેર સંપૂર્ણ સફેદ હોય છે. કાંકરેજ ઢેર દેખાવમાં
એટલાં સમાન્તર, સરખા અવયવવાળાં અને મજબુત બાંધાનાં છે કે તેઓ ઉત્તમ પ્રાણઉછેરના સિદ્ધાંતના આધારે ઉછેરાયાં હોય એમ
૧. ખેડા જીલ્લામાં ફળાઉ ઝાડે વધારવાને માટે મુંબઈ સરકારે પ્રયોગો કરેલા અને તેના પરિણામે હાલ ત્યાં ૪,૩૦૦ મોસંબીનાં ઝાડે, ૫૫૦ ચીકુના ઝાડે, ૨૫૫૦ આંબાના નાના છોડવા, ૬,૦૦૦૦ કેળા, ૫,૫૦૦ જમરૂખનાં ઝાડે, ૫,૦૦૦ દાડમના ઝાડે અને ૨૩૪ એકરનું પપૈયાનું વાવેતર છે. ઘડા વખતમાં આ ફળે માત્ર ખેડા જીલ્લાની જરૂરીયાત પૂરી પાડશે અને તે ઉપરાંત અમદાવાદ સુધી પણ તેની નિકાશ થવા સંભવ છે. . "Agricultural Topics," "Times of India” dated 17-4-35. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com