________________
૧ જાત કરતા છે. ડાંગરના
રાત માળની સિદ્ધ થયેલ
૮૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રાણુશાસ્ત્રીઓનું માનવું છે ૧ કાંકરેજ ઢેર લાંબા વખત સુધી અપ્રતિબદ્ધ રીતે રેતાળ ભૂમિ પર કામ કરી શકે છે અને કાર્યશક્તિમાં પણ શ્રેષ્ઠ છે. ગુજરાતના બળદ કરતાં કાંકરેજના બળદો સામાન્ય રીતે ૫ વર્ષ વધારે કામ કરી શકે છે. ડાંગી બળદો ખાસ કરીને ડુંગરાળ અને વરસાદવાળા પ્રદેશમાં ઘણા ઉપયોગી છે. ડાંગરના વાવેતર માટે આથી ડાંગી બળદો અન્ય જાત કરતાં વધારે સાનુકૂળ છે, એમ અનુભવથી સિદ્ધ થયેલું છે. પંચમહાલ અને રતલામ તરફ વપરાતા માળવી બળદો ડુંગરાળ ભૂમિમાં ખેતીને માટે અતિક ગણાય છે અને તેમની ઉત્તમ કાર્યશક્તિને લીધે ગુજરાતમાં પણ તેમની નિકાશ થાય છે. કાઠીયાવાડમાં ગિરના બળદો શ્રેષ્ઠ ગણાય છે, અને અન્ય રાજ્યમાં ખેતી માટે તેમને સારે ઉપયોગ થાય છે.
ગાય અને ભેંસ જેવાં દૂધાળાં ઢેર જેકે ખેતીમાં ખાતર પૂરું પાડવા સિવાય અન્ય રીતે ઉપયોગી થતાં નથી, પરંતુ દૂધ અને ઘીની પેદાશ માટે તેમને ઘણો ઉછેર થાય છે. સામાન્ય રીતે દરેક ખેડુત દૂધાળાં ઢેર રાખે છે, પણ જથ્થાબંધ ઢેરઉછેરને બંધ ભરવાડે કરે છે. જ્યાં જ્યાં ઘાસનાં બીડો આવેલાં છે ત્યાં ત્યાં ભરવાડ કે આહીરે તેમના નેસડા બાંધે છે. કાઠીયાવાડમાં ગિર, વાલાગિર અને બરડામાં ગાય, ભેંસ વગેરે દૂધાળાં ઢેર સારા પ્રમાણમાં ઉછરે છે. ગુજરાતની ગાય કે ભેંસ કરતાં ગિરની ગાય કે ભેંસ પ્રમાણમાં ઘણું વધારે દૂધ (રોજ ૩૦ થી ૪૦ શેર) આપે છે, પરંતુ તેમને બીજે લઈ જવામાં આવે તે દૂધનું પ્રમાણ ઓછું થતું જાય છે. ગુજરાતમાં ખાસ કરીને ચરોતરમાં દૂધાળાં ઢેરને સારા ઉછેર થાય છે એટલે ઘી, દૂધ અને માખણની ત્યાં સારી પેદાશ છે. ઘેટાં અને બકરાં પણ તમામ જગ્યાએ અને ખાસ કરીને ઘાસનાં બીડમાં ઉછેરાય છે, પરંતુ તેમની મુખ્ય ઉપયોગિતા ઊનની પેદાશમાં છે. ભરવાડે ઘેટાંબકરાંના ઉછેર તરફ બરાબર ધ્યાન આપતા નથી,
2. F. Joslen, Catble of the Bombay Presidency, p. 12. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com