________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૮૭ આ આંકડા પરથી સમજાશે કે ગુજરાતની એકંદર વસ્તીના માત્ર ૬ ટકા જૂદા જૂદા ઉદ્યોગોમાં રોકાયેલા છે. ઈગ્લાંડ, જર્મની વગેરે ઉદ્યોગપ્રધાન દેશની સરખામણીમાં આ પ્રમાણુ નજીવું છે. અમદાવાદ જીલ્લો ઔદ્યોગિક વિકાસમાં સૌથી પ્રથમ આવે છે, કારણ કે અમદાવાદ શહેરને મીલઉદ્યોગ તથા આસપાસનાં જનપ્રેસ વગેરે કારખાનાં ઘણાં માણસોને રોજી આપે છે. ખંભાતના રાજ્યમાં બહુ ઉદ્યોગો ખીલેલા નથી, પણ તેની વસ્તી પ્રમાણમાં ઓછી હોવાથી ઉદ્યોગમાં રોકાયેલી વસ્તીના ટકા વધારે થાય છે. સુરત જીલ્લામાં મીલઉદ્યોગ ઉપરાંત હાથવણાટને ઉદ્યોગ સારો ચાલતા હોવાથી ઘણાં કારીગર તેમાંથી રોજી મેળવે છે. મહીકાઠા એજન્સીમાં જેકે યાંત્રિક ઉદ્યોગો બહુ ખીલેલા નથી, પણ ઈમારતી લાકડાં, આરસ, પત્થર, અકીક, અબરખ વગેરેને લગતા ઉદ્યોગ ઉપરાંત બીજા હુન્નરઉદ્યોગો ઓછાવત્તા પ્રમાણમાં આવેલા છે. ભરૂચ અને સુરત જીલ્લાનાં તથા કાઠીયાવાડનાં મોટાં શહેરમાં ખાસ કરીને રૂને ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક કારખાનાં જોવામાં આવે છે. વડોદરા રાજ્યમાં રાજ્ય તરફથી સારું ઉત્તેજન મળવાથી કેટલાક ઉદ્યોગે ત્યાં સારી રીતે ખીલેલા છે પંચમહાલ અને રેવાકાંઠાના ડુંગરાળ અને ઝાડીવાળા પ્રદેશોમાં અન્ય જીલ્લાઓ જેટલે ઉaોગે હજુ સ્થાપવામાં આવ્યા નથી. ગુજરાતમાં આ રીતે ઔદ્યોગિક વિકાસનો સૂર્યોદય થયું છે, પણ હયાત ઉદ્યોગોને વધારે સંગીન રીતે ખીલવવાના કે નવા ઉદ્યોગો સ્થાપવાના પ્રયાસો થતા નથી. જો કે કુદરતી લાભે પૂરતા પ્રમાણમાં છે, પણ રાજ્ય અને લોકેની ઉદાસીનતાને લઇને તે તરફ પૂરતું લક્ષ્ય અપાયું જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com