________________
પેદાશ અને ઉદ્યાગ
[ ૮૫
રેશમી કાપડમાં ખાસ કરીને પાટણનાં પટેાળાં ધણાં પ્રખ્યાત છે. તેની ખપત ફક્ત ગુજરાતમાં જ નહીં, પણ ખીજા પ્રાંતામાં છે. તાજેતરમાં અગ્રેજો પણ ચાદર, પડદા વગેરે ઉપયેગને માટે આ કાપડ ખરીદવા લાગ્યા છે. ૧૫ટાળાંની બનાવટમાં ખુખી એ છે કે પુલ, પ્રાણી કે કાઈ પણ ભાત વણાટમાં વણાય છે. સુતરને જૂદા જૂદા રંગોથી રગવામાં આવે છે અને વણકર શાળ પર ખેતી ભાત પ્રમાણે તેને વણે છે. પટાળાંની મુખ્ય ભાતા નારી જર, રતનચોક, પાનભાત, હાથીભાત, ચારસભાત વગેરે છે. છાપેલાં સસ્તાં પટેાળાની હરીફાઇથી આ માંધાં પટેાળાંની પહેલાના જેવી ખપત અને વપરાશ હવે રહી નથી. ગુજરાતના આ જાણીતા ઉદ્યોગનું પુનરૂત્થાન કરવાની ખાસ આવશ્યક્તા છે, નીં તે અન્ય હાથવણાટના ઉદ્યોગના જેવી તેની પણ સ્થિતિ થશે.
.
વડાદરા રાજ્યના સંખેડા ગામમાં ગૃહશણગારની ચીજો પર સુંદર રંગાટકામ થાય છે. ચીજો પર જૂદી જૂદી જાતના સેનેરી અને રૂપેરી રંગાની ભાતા એટલી રમણીય હાય છે કે તેઓ ઘરની શેશભામાં વૃદ્ધિ કરે છે. વિસનગરમાં લાકડાંની ચીજો પર સુંદર તરકામ થાય છે. ઊંટ, સિંહુ વગેરે પ્રાણીઓ પણ લાકડાંમાંથી કાતરવામાં આવે છે. લક્કડકામ પર વળી પિત્તળ કે રૂપાની પતરી જડવામાં આવે છે કે જેથી આખા નમુના તે જ ધાતુના બનેલા હાય તેમ લાગે છે. મહુવામાં લાકડાં અને હાથીદાંતનાં સુંદર રમકડાં અને છે. ભૂજ સેાનારૂપાના ધાટપર નકશીકામને માટે પ્રખ્યાત છે. મહીકાંઠામાં આવેલા પેથાપુર ગામમાં શેતરંજી અને સાડીએ રંગવાને ઉદ્યોગ સારી રીતે ચાલે છે. નકશીવાળાં તાંબાપિત્તળનાં વાસણે અનાવવાના ઉદ્યાગ અમદાવાદ, વીસનગર અને મારખીમાં સારા ખીલેલા છે.
૧. "Arts and Crafts in Baroda State "-Swadeshi Special Times of India dated 20-10-34. p. 13.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com