________________
પિદાશ અને ઉદ્યોગ
[ ૮૧ એટલું જ નહીં પણ ઉનની જાત સુધારવા હજુ કંઈ પ્રયાસ થયો નથી. ઓસ્ટ્રેલીઆનાં ઘેટાં કરતાં ગુજરાતનાં ઘેટાં શરીરના બાંધામાં અને ઊનની પેદાશમાં ઘણાં જ ઉતરતાં છે.
સામાન્ય રીતે ગુજરાતમાં હજુ ઉત્તમ રીતે ઢોર ઉછેરવાની અગત્ય સમજાઈ નથી. તાજેતરમાં ધરમપુર રાજ્યમાં ઠેરઉછેર માટે એક પ્રયોગીક્ષેત્ર ખેલવામાં આવ્યું છે. ત્યાં ડાંગી અને માળવી ઠેર ઉપર પ્રયોગો કરવામાં આવે છે અને સ્થાનિક આબોહવાને અનુકૂળ થાય તેવાં, મજબુત અને કાર્યશક્તિમાં ઉત્તમ એવાં, ઢેરે ઉછેરવાના પ્રયાસ ચાલુ છે. તે ઉપરાંત વારંવાર હેરેનાં પ્રદર્શન ભરીને ખેડુતોને ઉત્તમ જાતનાં ઢેરઉછેરની અગત્ય સમજાવવામાં આવે છે. ઢેરને સારી રીતે ઉછેરવા માટે ખેડુતોને ઇનામ આપવાની યોજના પણ ઘડવામાં આવી છે. જૂનાગઢ રાજ્યમાં પણ એક પ્રયોગીક્ષેત્ર છે. આવી જાતના ઢોરઉછેરના પ્રયાસો આખા ગુજરાતમાં થવાની જરૂર છે.
આખા હિન્દુસ્તાનમાં ફક્ત ગીરના ઘીથીચ જંગલમાં સિંહ જેવામાં આવે છે. આ સિંહ રંગે ઊંટ જેવા હોવાથી “ઊંટીયા સિંહ' કહેવાય છે. આક્રીકાના સિંહ કરતાં ગિરના સિંહની કેશવાળી ટુંકી અને રંગ ઝાંખો હોય છે. શિકારને લઈને ત્યાં સિંહનું પ્રમાણુ હાલે એ શું છે અને રાજ્ય તરફથી તે માટે અવશેષ સિંહોનું કાળજીપૂર્વક રક્ષણ કરવામાં આવે છે.
કાઠીયાવાડ અને કચ્છમાં ઘોડા સારા ઉછરે છે, કારણ કે ત્યાં અનુકૂળ આબોહવા અને ઘાસની પુષ્કળ છત છે. ખાસ કરીને કરછના ઘડા અરબી ઘોડાની માફક ઘણું વખણાય છે.' આ ઘડા મજબુત બાંધાના, ચપળ ને દેખાવમાં સુંદર હોય છે.
૧. એક દંતકથા મુજબ ઘણા વખત પહેલાં એક અરબી વહાણ કચ્છને કિનારે ભાંગેલી સ્થિતિમાં આવેલું. તેની અંદર સાત સુંદર અરબી ઘિોડા હતા અને તેમાંથી કચ્છી ઘોડાને ઉછેર થયેલ:– Supplement to “ Times of India " Sep. 16, 1933 dated (Cutch State) p. 66.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com