________________
૮૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન રાજ્ય તરફથી ઘેડાને ઉત્તમ રીતે ઉછેરવામાં આવે છે. જૂનાગઢના રાજ્યમાં પણ કાઠી ઘોડાના ઉછેર તરફ સારું ધ્યાન આપવામાં આવે છે. અર્વાચીન શાસ્ત્ર અને વાહનોની જ્યારે શોધ થઈ ન હતી ત્યારે આ કચ્છી અને કાઠી ઘોડા લડાઈમાં ઘણા ઉપગી હેવાથી અન્ય પ્રાંતમાં તેમની સારી નિકાશ થતી.
ઉપર્યુક્ત પ્રાણી સિવાય ઘચ જંગલોમાં વસનારા વાઘ, ચિત્તા વગેરે હિંસક પ્રાણીઓ આવેલા છે અને ગ્રામ્ય પંખી તથા પશુઓ તે ઘણુ જગ્યાએ જોવામાં આવે છે. પરંતુ તેઓ ઔદ્યોગિક દૃષ્ટિએ એટલાં ઉપયોગી નથી. પ્રાણીની પેદાશને લગતા ઉદ્યોગ
પશ્ચિમના ખેતીપ્રધાન દેશમાં પ્રાણીઓની પેદાશને ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે. માંસાહારી લોકોની જરૂરીયાતને બાદ કરીએ તો પણ શ્રેષ્ઠ ઘેટાંઓનાં ઊનની અને દૂધાળાં ઢોરનાં માખણની ત્યાં ધણું ખપત છે. ૧૭ હજાર ચોરસ માઈલ વિસ્તારવાળા અને ૩૩ લાખની વસ્તીવાળા ડેનમાર્કમાં હાલ ૪૦ લાખ ગાય, ૩૮ લાખ ડુક્કર અને ૨ કરોડ મુરઘી છે. આથી ડેનમાર્ક એ “યુરોપની ડેરી કહેવાય છે તે યથાર્થ છે. ગુજરાત ડેનમાર્ક કરતાં વિસ્તાર અને વસ્તીમાં ત્રણ ગણાથી વધારે માટે છે, છતાં ગાયોની સંખ્યા પ્રમાણમાં ઘણું એાછી છે. ગુજરાતની રસાળ ભૂમિમાં દૂધાળાં ઢોર ઘણાં છે અને ચોતર તથા ગિરની ભેંસે પ્રમાણમાં સારું દૂધ આપે છે, છતાં હજુ માખણ બનાવવાને ઉદ્યોગ મોટા પાયા પર ખીલેલે નથી. મુખ્યત્વે કરીને ઘીની ખપત વધારે હોવાથી ગામડેગામડે દૂધને ઘણેખરો ઉપયોગ ઘી બનાવવામાં થાય છે. મોટાં શહેરમાં માખણની જરૂરીયાત દિવસે દિવસે વધતી જાય છે, એટલે ગુજરાતમાં માખણ બનાવવાને ઉદ્યોગ ખીલવવાની ખાસ જરૂર છે. ચરોતરમાં કેટલેક ઠેકાણે માખણ બનાવવાની ડેરીઓ સ્થાપવામાં આવી છે અને તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com