________________
S૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિતાન પણ કેટલેક અંશે વૃક્ષો ઉપર અસર કરે છે. આસામ અને બ્રહ્મદેશમાં
,૦૦૦ થી ૭,૦૦૦ ફુટ ઉંચાઈએ એક અને લેરેલ નામનાં વૃક્ષો ઉગે છે, ત્યારે હિમાલયની વાયવ્યમાં ૭,૦૦૦ ફુટથી વધારે ઉંચાઈએ દેવદારનાં ઝાડે પુષ્કળ જોવામાં આવે છે. સમુદ્રકિનારાની પાસે કે
જ્યાં મોટી ભરતીઓ આવે છે ત્યાં મેંચવ' નામનાં વૃક્ષે વધારે પ્રમાણમાં દેખાય છે. વળી કેટલાંક વૃક્ષો કાંપની જમીન ઉપર સારાં ઉગે છે ત્યારે કેટલાંક ડુંગરાળ જમીન ઉપર જોવામાં આવે છે. એટલે ભૂમિ પણ વૃક્ષો કે વનસ્પતિ પર ઘણું અસર કરે છે.
ગુજરાતમાં દરેક જાતની પ્રાકૃતિક રચના હોવાથી ભિન્ન ભિન્ન વનસ્પતિ જોવામાં આવે છે. ઘાસથી છવાયેલાં બીડે કાઠીયાવાડમાં આવેલા બરડો ચોટીલો, શેત્રુંજે અને વાળાકગિરના ડુંગરમાં, કરછની ધારામાં અને સુરત જીલ્લાના પારનેરા ડુંગરમાં આવેલાં છે. પર્વત પર પડેલા વરસાદનું પાણી ખીણમાં થઈને વહે છે, એટલે આ ખીણમાં પુષ્કળ ઘાસ તથા જૂદી જૂદી જાતનાં વૃક્ષો એની મેળે ઉગી નીકળે છે. ઉપરના ડુંગરમાં જે કે ઝાડે જોવામાં આવે છે પણ ઘાસ પુષ્કળ ઉગવાથી તેઓ બીડે જેવાં લાગે છે, આ બીડેની મુખ્ય પેદાશ ઘાસ હોવાથી હેરઉછેરનો ધંધે ત્યાં સારે ચાલે છે.
ગુજરાતની પૂર્વ સરહદ ઉપર આવેલા ડુંગરાઓ અને કાઠીયાવાડના ગિરનાર અને ગિર પર્વત ઘાડાં જંગલોથી છવાયેલા છે, એટલે ત્યાં સાગ, સીસમ, ખેર, વાંસ વગેરે ઈમારતી લાકડાંનાં ઝાડે અને મહુડાં, આંબા, રાયણ જેવાં ફળાઉ ઝાડે પુષ્કળ થાય છે. પૂર્વનાં જંગલોમાં અને ખાસ કરીને પંચમહાલ તરફ મહુડાંનાં ઝાડ વધારે થાય છે. ત્યાં મહુડાંની પેદાશ એટલી બધી છે કે તેની નિકાશ ગુજરાતની બહાર પણ થાય છે. તાપી નદીની દક્ષિણમાં આવેલા ડાંગના જંગલમાં સાગની પેદાશ એટલી છે કે આશરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com