________________
[ ૭પ.
પેદાશ અને ઉદ્યોગ આફ્રિકા સુધી થાય છે. આરાસુર અને આબુમાંથી નીકળતા આરસ પત્થરની પણ નિકાશ થાય છે. રાજપીપળામાંથી નીકળતા અકીકને ઉદ્યોગ ખાસ કરીને ખંભાતમાં ઘણો ચાલે છે. અકીકને ઉદ્યોગ ખંભાતમાં લગભગ ૧૬ મી સદીથી ચાલતે આવે છે. ૧ ખાણમાંથી નીકળતા પત્થરને શુદ્ધ કર્યા પછી લીમોદ્રા લઈ જવામાં આવે છે કે જ્યાં લાંબા વખત સુધી તેને સૂર્યના પ્રકાશમાં રાખ્યા પછી માટીના વાસણમાં શેકવામાં આવે છે. આવા અકીક ત્યાર બાદ ખંભાત આવે છે અને તેમાંથી પાત્રો, ચપ્પાના હથ્થા, કલમે, મણકા, એરીંગનાં નંગ વગેરે બનાવવામાં આવે છે. અકીકની. બનાવટ યુરોપ અને ચીન સુધી જાય છે; પરંતુ આ ઉદ્યોગની હાલની સ્થિતિ સંતોષકારક નથી, કારણ કે યુરોપથી આવતી નક્ષી બનાવટની હરીફાઇ દિવસે દિવસે વધતી જાય છે.
આ સિવાયના કઈ ખનીજને લગતા ઉદ્યોગ ચાલતા નથી. જે ખનીજ ખોદી કાઢવામાં આવે છે તેને મેટો ભાગ કાચી અવસ્થામાં નિકાશ થાય છે. ગુજરાતની ખનીજ સંપત્તિ વધારવામાં અને તેને ખીલવવામાં જે કંઈ પ્રયાસ થયો છે તે પશ્ચિમના દેશની સરખામણીમાં ઘણો જ અલ્પ છે. વનસ્પતિની પેદાશ,
વનસ્પતિની વિવિધતાને આધાર મુખ્યત્વે કરીને પ્રાકૃતિક પરિસ્થિતિ અને આબેહવા ઉપર રહે છે. વનસ્પતિની વૃદ્ધિમાં મેટા ભાગે વરસાદ ઘણો ભાગ ભજવે છે; પરંતુ ભૂતભરચના તેમના જથ્થા અને વહેંચણ ઉપર અસર કરે છે. આસામ અને સુંદરવનનાં જંગલોમાં ઘણો વરસાદ પડે છે, એટલે ત્યાં વૃક્ષોની વિવિધતા ઘણું છે; પણ સિંધ, રજપૂતાના વગેરે ઓછા વરસાદવાળા પ્રદેશમાં એક જ જાતનાં વૃક્ષ ઉગે છે. સમુદ્રની સપાટીથી જમીનની ઉંચાઈ
2. J. C. Brown, India’s Mineral Wealth, p. 15. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com