________________
૭૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન આવ્યું નથી. આ ઉદ્યોગમાં વપરાતી મેંગેનીઝ ધાતુ પણ પાસેના ડુંગરામાંથી નીકળે છે; પરંતુ કોલસાની ખેટને લઈને કાચું લોખંડ પરદેશ જાય છે. પાવાગઢ અને બરડાના ડુંગરામાંથી કદાચ જળશક્તિ ઉત્પન્ન કરવાની યોજનાઓ સફળ થાય તે ગુજરાતમાં જમશેદપુરની માફક મોટા પાયા પર નહીં તે શરૂઆતમાં નાના પાયા પર પણ પોલાદ બનાવવાને ઉદ્યોગ ખીલવી શકાય.
ગુજરાતને ભેટે ઉદ્યોગ હાલ તે મીઠાને છે. જો કે મીઠું ગુજરાતમાં દરીયા કીનારે ઓછાવત્તા પ્રમાણમાં ઘણી જગ્યાએ પાકે છે, પણ દ્વારકા પાસે આખા, વિરમગામમાં ખારાઘોડા અને ધ્રાંગધ્રામાં કુડા આગળ મીઠાનાં મોટાં કારખાનાં છે. મીઠા ઉપરાંત બીજા રસાયણ પદાર્થો ત્યાં બનાવવામાં આવે છે. “મેગ્નેશ્યમ કલોરાઈડ' ત્યાં પુષ્કળ જથ્થામાં બને છે અને કાપડના ઉદ્યોગમાં તેની ઘણી ખપત હોવાથી બહાર નિકાશ સારી થાય છે. ધ્રાંગધ્રા રાજ્યમાં કુડા આગળ અલ્કલી બનાવવાનું મોટું કારખાનું છે. ધ્રાંગધ્રાને અકલીને ઉદ્યોગ આખા હિન્દુસ્તાનમાં મોટામાં મોટો ઉદ્યોગ છે કે જેની ખીલવણી માટે રાજ્ય ઘણી મુડી રેકી છે. આ ઉદ્યોગમાં મુખ્યત્વે કરીને વપરાતું મીઠું પાસે જ પાકે છે. બંગાળા અને મધ્યપ્રાંતમાંથી કોલસા લાવવામાં આવે છે. ચુનાના પત્થર કાઠીયાવાડમાં જ મળી આવે છે. કારખાનામાં બનતાં અકલી (કેટીક સોડા, સોડા બાયકાર્બ વગેરે) રેલ્વેની અનુકુળતાને લીધે અમદાવાદ, આગ્રા, દીલ્હી, કાનપુર વગેરે નજીકનાં ઔદ્યોગિક સ્થળોમાં ઘણાં ખપે છે. આવી અનુકૂળતાને લઈને ધ્રાંગધ્રામાં અકલીને ઉદ્યોગ સારી રીતે ખીલેલે છે, પણ પરદેશી અકલીઓની વધતી જતી હરીફાઈ સામે જકાતી રક્ષણની ખાસ જરૂર છે.
પત્થર ખોદવાને ઉદ્યોગ કાઠીયાવાડમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે, પણ ખાસ કરીને પોરબંદર અને થોડેક અંશે ધ્રાંગધ્રાના રાજ્યમાંથી નીકળતા પત્થરની નિકાશ હિન્દના કેટલાક ભાગ ઉપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com