________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૯૩
મળી આવ્યો છે. આ કેલગ્યાસમાં ખનીજતેલની વાસ આવવાથી આસપાસની જગ્યામાં વધારે તપાસ કરવામાં આવી અને પરિણામે ખનીજતેલના કૂવા ઘોઘા, ભાવનગર અને ભચમાં હાંસોટ આગળ મળી આવ્યા છે. હાલ તુરત આ કુવામાં ઉત્પન્ન થતા કુદરતી વ્યાસને કેમ ઉપયોગ કરે તેની યોજનાઓ ઘડાઈ રહી છે, પણ કુદરતી ગ્યાસની નીચે પુષ્કળ ખનીજતેલ હોવું જોઈએ, એમ સંશોધનું માનવું છે.
અમેરીકામાં કુદરતી ગ્યાસને ઘણો ઉપયોગ થાય છે. ત્યાં આ ગ્યાસ ઘરમાં અને કારખાનાંમાં બળતણ તરીકે વપરાય છે અને કોલગ્યાસ કરતાં સસ્તો પડે છે. ભાવનગર અને ભરૂચ જેવાં પ્રગતિમાન શહેરમાં આ કુદરતી ગ્યાસથી અત્યંત લાભ થવાનો સંભવ છે.
ગુજરાત વ્યાપારમાં અગ્ર સ્થાને છે પણ ઉદ્યોગ હજુ મેટા પાયા પર શરૂ થયા નથી. ગુજરાતમાં કેલસા નથી, પણ તે મેટી અગવડ દૂર કરી શકાય તેમ છે. ગુજરાતમાં વિસ્તર્ણ સંશોધન કરવામાં આવે તો કેટલીક જગ્યાએ જળશક્તિ ઉત્પન્ન કરી શકાય તેમ છે અને છેલ્લી શોધથી કુદરતી ગ્યાસ અને ખનીજતેલ પણ કેટલેક અંશે તે ખોટ પૂરી પાડશે. આથી ગુજરાતના ઉદ્યોગનું ભવિષ્ય ઉજળું લાગે છે. ખનીજની પેદાશને લગતા ઉઘાગે,
ગુજરાતમાં લોખંડ થોડા પ્રમાણમાં મળી આવે છે, પણ લોખંડમાંથી પલાદ બનાવવાનો ઉદ્યોગ હજુ કોઈ પણ જગ્યાએ સ્થાપવામાં
i. “Times of India ” dated January 31 & March 2, 1984.
૨. ઘોઘામાં કુદરતી ગ્યાસને માટે “બેરીંગ” મૂકવામાં આવ્યાં છે. Times of India” dated April 18, 1985. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com