________________
પિદાશ અને ઉદ્યોગ
[ ૭૧.
ઘણા જથ્થામાં આવેલી છે. તેની માન્યતા પ્રમાણે સપાટીથી ૨૦ ૪. અંદર આશરે ૨૦ લાખ ટન ખનીજ મળી શકે તેમ છે.'
એલ્યુમીનમ બનાવવામાં વપરાતી “બોમાઈટ' નામની ખનીજ પણ ખેડા જીલ્લામાં મળી આવે છે. એલ્યુમીનમ ઉપરાંત આ ખનીજ ફટકડી બનાવવામાં, ખનીજતેલ શુદ્ધ કરવામાં અને અન્ય ઉદ્યોગમાં વપરાય છે, પરંતુ મુખ્યત્વે કરીને એલ્યુમીનમ બનાવવામાં જ વપરાય છે. તેને માટે ભાગ કાચી અવસ્થામાં હિન્દમાંથી નિકાશ થાય છે.
આશરે ૨૫ વર્ષ પહેલાં સર થોમસ હોલેડે જણાવેલું કે “હિન્દમાં ગરમ અને ખનીજ મિશ્રિત ઝરા ઘણે આવેલા છે, છતાં તેમને જોઈયે તે ઉપયોગ થતો નથી. જો કે આ ઝરાઓ આર્થિક કે વૈદકીય દૃષ્ટિએ કેટલા લાભદાયક છે તે કહી શકાય નહીં, પરંતુ એટલું તે કહી શકાય કે યુરોપ અને જાપાનમાંથી હિન્દમાં આવા ઝરાનાં પાણીની ઘણી આયાત થાય છે. અહીંયાં આ ઝરાઓ મોટે ભાગે યાત્રાનાં સ્થળ મનાતાં હેવાથી ઘણા યાત્રાળુઓ તેને ટુંક સમયને માટે પણ ઉપગ કરે છે.”
ખેડા જીલ્લામાં આવેલા લસુંદ્રાના ઝરાનું પાણી ગંધકમિશ્રિત હોવાથી ૧૧૫ ડીગ્રી ગરમ રહે છે. ત્યાં ઘણું યાત્રાળુઓ આવે છે. પંચમહાલમાં આવેલા ટુવાના ઝરા તંદુરસ્તી માટે ઘણું લાભકારક છે. આજે પણ આ ગરમ ઝરાઓ માત્ર યાત્રાનાં તીર્થ તરીકે મનાય છે, પણ પશ્ચિમના દેશની માફક વૈદકીય કે વૈજ્ઞાનિક દાષ્ટએ તેમને જોઈએ તેટલો ઉપયોગ થયો જણાતું નથી.
આ ખનીજે ઉપરાંત સુરોખાર કચ્છ અને બનાસકાંઠામાંથી અને ફટકડી તથા ચીરડી કચ્છમાંથી નીકળે છે. મહીકાંઠામાંથી
9. J. C. Brown, India's Mineral Wealth, p. 97 ૨,
1. Plaster of Paris. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com