________________
પેદાશ અને ઉદ્યોગ
[ ૬૯
તમાકુ હાલ બીડી બનાવવામાં, હુકકા પીવામાં કે ખાવામાં વપરાય છે, પણ સારી જાતના તમાકુના વાવેતર વધારવામાં આવે તે સીગારેટ બનાવવાને ઉદ્યોગ પણ ચરેતર અને અન્ય જગ્યાએ ખીલી શકે તેમ છે. ખનીજની પેદાશ
ઉદ્યોગપ્રધાન દેશમાં ખનીજની પેદાશ સર્વોત્કૃષ્ટ ગણાય છે. દેશની ખરી ઉન્નતિનું આવશ્યક અંગ ઉદ્યોગની ખીલવણું છે, પણ આ ખીલવણીને આધાર કેટલેક અંશે ખેતીની પેદાશ પર અને મેટા ભાગે ખનીજ સંપત્તિ પર છે. અર્વાચીન ઉદ્યોગપ્રધાન દેશો પિતાના ઉદ્યોગો ખીલવીને પુષ્કળ સમૃદ્ધિવાન થયેલા છે. આ સમૃદ્ધિ વડે તેઓ ખેતીપ્રધાન દેશો પાસેથી પોતાની જરૂરીયાતની ચીજો ખરીદે છે અને બદલામાં બહુ મૂલ્યવાન ઔદ્યોગિક બનાવટ વેચે છે. અર્વાચીન ઔદ્યોગિક યુગમાં આથી ખનીજ સંપત્તિ એ મુખ્ય ઔદ્યોગિક સંપત્તિ મનાય છે. | ગુજરાતમાં જે કે કોલસા કે લોખંડ જેવી અતિમહત્વની ખનીજ વધારે પ્રમાણમાં માલમ પડતી નથી, પણ પૂર્વ સરહદના અને કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશમાં કેટલીક ખનીજ નીકળે છે કે જેને જોઈએ તે મોટા પાયા પર ઉપયોગ થતો નથી.
ગુજરાતમાં ખાણમાંથી ઉત્પન્ન થતું મીઠું (સીંધાલૂણ કે સીંધવ) નીકળતું નથી, પરંતુ સાગરકિનારાની અનુકૂળતા હોવાથી કેટલેક ઠેકાણે સમુદ્રનાં પાણુને સૂર્યના તાપમાં રાખવાથી મીઠું પેદા કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં પાણી છીછરું હેય છે ત્યાં મીઠું પેદા કરવાની સારી સગવડ મળે છે. દક્ષિણ ગુજરાતમાં ધરાસણા, દાંડી અને છરવાડા આગળ મીઠું ઘણા પ્રમાણમાં પકવવામાં આવે છે. દ્વારકા પાસે ઓખામાં અને કચ્છના
અખાત તરફ ખારાઘોડા અને ધ્રાંગધ્રામાં પણ મીઠું પુષ્કળ બનાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com