________________
પદાશ અને ઉદ્યોગ
[ ૬૭
ઇલાકાનું મુખ્ય શહેર ન હતું, છતાં સાહસ અને ઉદ્યોગની બાબતમાં ગુજરાતનું પાટનગર અન્ય શહેરો કરતાં આગળ વધ્યું. ઇ. સ. ૧૮૬૧ માં શ્રીયુત રણછોડલાલ છોટાલાલની ધગશથી અમદાવાદમાં પહેલી ભીલ સ્થપાઈ. ઈ. સ. ૧૮૮૦ પછી અમદાવાદમાં મીલો ધીમે ધીમે વધતી ગઈ અને મોટા વિગ્રહ પછી મીલોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ઇ. સ. ૧૯૩૧ ની ગણત્રી પ્રમાણે અમદાવાદમાં ૮૫ મીલ હતી. તે સિવાય અમદાવાના એજન્ટોના વહીવટ નીચેની મીલો ગુજરાતની બહાર પણ આવેલી છે. તેમને અંદર ગણવામાં આવે તે તળ અમદાવાદની જ મીલોની મૂળ મુડી રૂા. ૪ કરોડથી વધારે થાય, ત્રાકો આશરે ૧૫ લાખ ઉપર થાય, શાળા આશરે ૩૫ હજાર થાય, રૂની વપરાશ ૧૬૦ હજાર ખાંડીથી વધારે થાય અને મજુરોની સંખ્યા આશરે ૭૦ હજાર થાય. આવી અપ્રતિમ પ્રગતિને લીધે અમદાવાદ હાલ “ગુજરાતનું માંચેસ્ટર’ કહેવાય છે તે યથાર્થ છે.
આખા ગુજરાતમાં નાની મોટી સુતરાઉ કાપડની મીલો એકંદરે ૧૨૧ છે, અને તેમાં કામ કરતા મજુરેની સંખ્યા
૧. શ્રી. રત્નમણિરાવ. “ગુજરાતનું પાટનગર,” પૃ. ૭૯૨.
૨. ગુજરાતમાં સુતર કાંતવાની કે કાપડ વણવાની નાની મોટી મીલોની વિગત આ પ્રમાણે છે: અમદાવાદ (૮૫); વીરમગામ (૪); ભરૂચ (); નડીયાદ (૧); સુરત (૧ મીલ અને ૭ નાનાં વણાટનાં કારખાના); ખંભાત (૧); રાજકેટ (૧); ભાવનગર (૧); વઢવાણ (૧); પોરબંદર (૧ નાનું વણાટનું કારખાનું); વડેદરા રાજ્ય (૧૪= કલોલઃ ૩, કડી, સિદ્ધપુરઃ ૨, નવસારીઃ ૧, બીલીમોરાઃ ૧, વડોદરાઃ ૪, પેટલાદ: ૨).
જન અને પ્રેસનાં કારખાનાની વિગત આ પ્રમાણે છે: વડોદરા રાજ્ય (૧૧૭; કાઠીયાવાડ અને ગુજરાતના અન્ય રાજ્યો તથા એજન્સીઓ (૬૫); અમદાવાદ જીલ્લો (૫૩), ભરૂચ જીલ્લે (૨); સુરત જીલ્લો (૩); ખેડા છલ્લો (૧૪); પંચમહાલ જીલ્લે (૭); કુલ સંખ્યા ૩૩૧. Report on Large Industrial Establishments in India ( 1931 ) pp. 1-7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com