________________
૬૬ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગેાળવિજ્ઞાન
ઉદ્યોગની બનાવટની નિકાશને લીધે હિન્દમાં દર વર્ષે પુષ્કળ સાનુ આવતું.૧ પશ્ચિમના યાંત્રિકવાદના પ્રવાહમાં હિન્દના ઉદ્યોગે તણાઈ ગયા છે. પરિણામે હિન્દુસ્તાન હાલ ખેતીપ્રધાન બન્યા છે. અર્વાચીન ગુજરાતમાં પણ એ જ જાતની પરિસ્થિતિ છે. મુખ્યત્વે કરીને તેમાં ખેતીના વિકાસ જોવામાં આવે છે, અને તાજેતરમાં કેટલાક ઉદ્યોગે મોટા પાયા ઉપર શરૂ થયા છે. બાકીના પરચુરણ ગૃહઉદ્યોગ ઘણે ઠેકાણે ચાલે છે, પણ તેમની સ્થિતિ તેાષકારક નથી. ગુજરાતમાં ખેતીની પેદાશ મુખ્ય હાવાથી જે કંઈ અલ્પ આદ્યાગિક વિકાસ શરૂ થયા છે તે આ પેદાશને લીધે છે તે હવે વિદિત થશે.
સુતરાઉ કાપડના મીલઉદ્યાગ
ગુજરાતની મુખ્ય પેદાશ રૂ છે, એટલે હાલ માત્ર સુતરાઉ કાપડના ઉદ્યોગ મોટા પાયા ઉપર ચાલે છે. જ્યાં જ્યાં રૂના પાક સારા પ્રમાણમાં થાય છે ત્યાં ત્યાં મેટાં શહેરામાં મીલે। આવેલી છે. મીલામાં વપરાતા કાલસા ખીજા પ્રાંતમાંથી આવે છે અને તૈયાર કાપડ મેટા ભાગે આ વિભાગમાં વેચાય છે. ગુજરાતની મીલેશનું કાપડ ખીજા પ્રાંતામાં વળી જાય છે, એટલું જ નહીં પણ મુંબઈ જેવા મીલઉદ્યોગના મથકમાં પણ તેનું વેચાણ થાય છે. માટાં શહેરામાં આવેલી મીલેા ઉપરાંત મીલઉદ્યોગને પોષનારાં જીન અને પ્રેસનાં કારખાનાં આખા પ્રાંતમાં ઘણે ઠેકાણે આવેલાં છે.
મીલઉદ્યોગનું કેન્દ્ર હાલ અમદાવાદ છે. અમદાવાદનું જ નહીં, અલ્કે આખા ગુજરાતનું મોટામાં મેટું ઔદ્યોગિક ધન ત્યાંના મીલઉદ્યોગમાં છે. હિન્દના બીજા ઉદ્યોગોની સરખામણીમાં આ ઉદ્યોગના વિકાસમાં માત્ર દેશી મુડી અને દેશી વહીવટના જ કાળા છે. ઇ. સ. ૧૮૫૧ માં હિન્દમાં પહેલી સુતરાઉ કાપડની મીલ થઈ. અમદાવાદ એ વખતે કાઇ સ્વતંત્ર દેશની રાજ્યધાની ન હતું કે ૧ K. T. Shah, Trade, Tariff & Transport in India,
P.. 46.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com