________________
૬૮ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાવિજ્ઞાન
૯૧,૭૭૪ છે. હિન્દુસ્તાનમાં આવેલી સુતરાઉ કાપડની મીલોને લગભગ ત્રીજો ભાગ ગુજરાતમાં જ છે. આથી ખ્યાલ આવશે કે રૂના ઉદ્યોગ ગુજરાતમાં અતિમહત્વના ભાગ ભજવે છે.
ખેતીની પેદાશને લગતા નાના ઉદ્યાગા
રૂ સિવાય ખેતીની પેદાશને લગતા નાના નાના યાંત્રિક ઉદ્યોગે ગુજરાતનાં મેટાં શહેરમાં આવેલા છે, એટલું જ નહીં, પણ નાનાં ગામેમાં યાંત્રિક કારખાનાંને વપરાશ વધતા જાય છે. ઘઉં દળવાના અને ડાંગર ખાંડવાના સાઁચા દરેક અગત્યના શહેર કે ગામમાં હાલ જોવામાં આવે છે. ડાંગર ખાંડવાને! ઉદ્યોગ જો કે બ્રહ્મદેશ કે બંગાળાની સરખામણીમાં ગુજરાતમાં મેટા પાયાપર ખીલવી શકાય તેમ નથી, કારણ કે ડાંગરના પાક દક્ષિણ ગુજરાત સિવાય ખીજે જથ્થાબંધ થતા નથી. રૂ થી ખીજા નંબરના ગુજરાતમાં ખેતીને પાક થઉં છે કે જેનાં વાવેતર વધારવા માટે અનુકૂળ આમેહવા છે. શ્રેષ્ઠ જાતના ઘઉંના વાવેતર અને દર એકર દીઠ તેના પાક વધારવામાં જો યાગ્ય પ્રયાસ કરવામાં આવે તેા ગુજરાતમાં ઘઉં દળવાને ઉદ્યોગ મેટા પાયા ઉપર સ્થાપી શકાય અને પરદેશમાં (ઇજીપ્ત, તુર્કસ્તાન, સીલેાન વગેરે) લેટની સારી નિકાશ કરી શકાય તેમ છે.
ગુજરાતમાં ખાંડ બનાવવાના ઉદ્યોગ પણ સ્થાપી શકાય તેમ છે. શેરડીના પાક જો કે ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતમાં કોઈ કોઈ જગ્યાએ થાય છે, પણ તેને ઉપયાગ માત્ર ગેાળ બનાવવામાં થાય છે. ખાંડ બનાવવાનાં કારખાનાં હાલ વડેદરા રાજ્યના ગણુદેવીમાં, જૂનાગઢમાં અને અન્ય ઠેકાણે આવેલાં છે. જકાતી. રક્ષણના કાયદાથી હાલ હિન્દમાં ખાસ કરીને સંયુક્ત પ્રાંતમાં ખાંડના ઉદ્યોગ પુષ્કળ ખીલી નીકળ્યા છે. જાવાની ખાંડ હિન્દમાં આવતી લગભગ બંધ થઈ છે. ગુજરાત ધારે તે। . ખાંડના ઉદ્યોગ માટા પાયા ઉપર સ્થાપી શકાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com